જી-20સંમેલન માટે જાપાનના ઓસાકા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા, જાપાન, ચીન સહિત વિવિધ રાષ્ટ્રોના વડાઓને મળ્યા.

0
71

જી-20 સંમેલનમાં હાજરી આપવા જાપાન પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમેરિકાના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેમુલાકાત કરી હતી. આ દ્વિપક્ષીય મુલાકાતમાં મુખ્યત્વે 4 બાબતે અંગે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ઈરાન, 5-જી, સંરક્ષણ      વગેરે મહત્વના મુદા્ઓ શામેલ હતા. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લોકસભાની ચૂંટણીમાં મળેલા વિજય બદલ અભિનંદન આપ્યા હતા. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, તમે આ વિઝા માટે યોગ્ય હતા. તમે બહુજ સરસ કામ કરી રહ્યા છો. મને એવાત બરાબર યાદ છેકે જયારે તમે પહેલીવાર લોકસભાની ચૂંટણી જીતીને આવ્યા ત્યારે અનેક રાજકીય પક્ષો હતા, જે પરસ્પર લડી રહ્યા હતા. પરંતુ આ વખતે બધા રાજકીય પક્ષોએ એક થઈને તમારો વિરોધ કર્યો છતાં તમે શાનદાર જીત મેળવી માટે તમને ખૂબ અભિનંદન. મોદી સાથેની બેઠકમાં પ્રમુખ ટ્રમ્પે જણાવ્યું હતું કે, આપણે સારા મિત્રો છીએ. ભારત અને અમેરિકા વચ્ચે અગાઉ કદી પણ આટલા નિકટના સંબંધો નહોતા. આ વાત હું પૂરા વિશ્વાસ સાથે કહી રહ્યો છું. આપણે અનેક ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરીશું, ખાસ કરીને સંરક્ષણના ક્ષેત્રમાં આપણે એકસાથે કામ કરીશું. આજે આપણે વ્યાપારના મુદે્ ચર્ચા કરી રહ્યા છીએ. 
  અમેરિકા- ભારત દ્વિપક્ષીય મંત્રણા બાદ વિદેશ સચિવ વિજય ગોખલેએ જણાવ્યું હતું કે, ઈરૈાન અંગે કરવામાં આવેલી ચર્ચામાં મહત્વની બાબત એ હતી કે, ત્યાં સ્થિરતા અને શષાંતિ કઈ રીતે સુનિશ્ચિત થઈ શકે. કારણ કે ઈરાનની અસ્થિરતા આપણને પણ અસર કરી શકે છે. 

 અમેરિકા, ભારત અને જાપાનના વડાઓ વચ્ચે ત્રિપક્ષીય મંત્રણા પણ થઈ હતી. 
   વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  બ્રીક્સ સંમેલનને પણ સંબોધન કર્યું હતું. જેમાં રશિયા, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલના રાષ્ટ્રપતિઓ પણ સંમેલનમાં હાજર હતા. મોદીએ જણાવ્યું હતું કે, આતંકવાદ એ માનવતા માટે મોટો ખતરો છે. આતંકવાદઆર્થિક વિકાસ અને સામાજિક સ્થિરતાને પણ અસર કરે છથે. આતંકવાદ અને જાતિવાદનવે સમર્થન આપવાનું સહુએ બંધ કરવું જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાઉદ અરેબિયાના પ્રિન્સ સલમાનને પણ મળ્યા હતા. બન્ને દેશોએ પરસ્પર વ્યાપાર , કામદૈારોના કાનૂન વગેરોે બાબતોે અંગે ચર્ચા કરી હતી. આ બેઠકમાં બન્ને દેશના પ્રતિનિધિમંડળ પણ શામેલ થયાં હતા.