જી-૭ સમિટ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિગ્ગજ નેતાઓ સાથે કરી મુલાકાત

 

 

જર્મની: જી-૭ સમિટ: જર્મનીના ચાંસલર ઓલાફ સ્કોલ્ઝના નિમંત્રણ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જર્મન પ્રેસીડેન્સીના અંતગર્ત જી-૭ શિખર સંમેલનમાં ભાગ લઇ રહ્યા છે. તેમાં દુનિયાના ૭ અમીર દેશોના નેતા યૂક્રેન પર રશિયાના આક્રમણ, ખાદ્ય સુરક્ષા અને આતંકવાદ સહિત વિભિન્ન મહત્વપૂર્ણ વૈશ્ર્વિક મુદ્દાઓ પર ચર્ચા થઇ રહી છે. જર્મની જી-૭ના અધ્યક્ષના રૂપમાં શિખર સંમેલનની મેજબાની કરી રહ્યા છે. આ દરમિયાન તમામ નેતાઓની એકબીજા સાથે મુલાકાત થઇ હતી. ભારતના પ્રધાનમંત્રીએ દિગ્ગજ નેતાઓ સાથે મુલાકાત કરી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફેડરલ રિપબ્લિક ઓફ જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝને ૨૭ જૂન ૨૦૨૨ના રોજ જર્મનીના સ્કોલ્ઝ એલમાઉમાં જી-૭ સમિટ દરમિયાન મળ્યા હતા. આ વર્ષે બે નેતાઓ વચ્ચેની આ બીજી બેઠક હતી. અગાઉની બેઠક ભારત-જર્મની આંતર-સરકારી પરામર્શ માટે ૨ મે ૨૦૨૨ના રોજ પ્રધાનમંત્રીની બર્લિનની મુલાકાત દરમિયાન થઈ હતી. આ બંને નેતાઓએ તેમની ગ્રીન એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પાર્ટનરશિપને આગળ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ચર્ચામાં આબોહવા કાર્યવાહી, આબોહવા ધિરાણની જોગવાઈ અને ટેક્નોલોજી ટ્રાન્સફર જેવા મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા હતા. બંને નેતાઓ વેપાર, રોકાણ અને લોકો વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવવાની જરૂરિયાત પર પણ સહમત થયા હતા. ખાસ કરીને ભારતના આગામી જી-૨૦ પ્રેસિડન્સીના સંદર્ભમાં આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં વધુ સંકલન અંગે ચર્ચા કરવામાં આવી હતી. બંને નેતાઓએ પ્રાદેશિક અને વૈશ્ર્વિક વિકાસ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાને, ૨૭ જૂન ૨૦૨૨ના રોજ જર્મનીના સ્લોસ એલમાઉમાં જી-૭ સમિટ દરમિયાન મળ્યા હતા. બંને નેતાઓએ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી, ખાસ કરીને ૨૦૧૯માં સહકારના વ્યૂહાત્મક કાર્યક્રમ પર હસ્તાક્ષર કર્યા પછી. તેઓએ સંરક્ષણ, શિક્ષણ અને કૃષિ ક્ષેત્રોમાં પ્રાપ્ત થયેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો અને વેપાર અને રોકાણ, ખાદ્ય સુરક્ષા, સંરક્ષણ, ફાર્માસ્યુટિકલ્સ, ડિજિટલ નાણાંકીય સમાવેશ, કૌશલ્ય વિકાસ, વીમો, આરોગ્ય અને લોકો વચ્ચેના સંપર્કો જેવા ક્ષેત્રોમાં સહકાર સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવાની જરૂરિયાતનો પુનરોચ્ચાર કર્યો હતો.

બંને નેતાઓએ જૂન ૨૦૨૨માં થયેલા ષ્વ્બ્ કરારનું પણ સ્વાગત કર્યું જે વિકાસશીલ દેશોમાં ઘ્બ્સ્ત્ઝ઼-૧૯ રસીના ઉત્પાદનને સમર્થન આપે છે. ભારત અને દક્ષિણ આફ્રિકાએ ઘ્બ્સ્ત્ઝ઼-૧૯ના નિવારણ, નિયંત્રણ અથવા સારવારના સંબંધમાં વ્ય્ત્ભ્લ્ કરારની કેટલીક જોગવાઈઓના અમલીકરણ પર ષ્વ્બ્ના તમામ સભ્યો માટે માફી સૂચવતી પ્રથમ દરખાસ્ત સબમિટ કરી હતી. બહુપક્ષીય સંસ્થાઓમાં સતત સંકલન અને તેમના સુધારાની જરૂરિયાત, ખાસ કરીને યુએન સુરક્ષા પરિષદ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ એચ.ઈ.જોકો વિડોડોને, ૨૭ જૂન ૨૦૨૨ના રોજ જર્મનીના સ્લોસ એલમાઉમાં જી-૭ સમિટ દરમિયાન મળ્યા હતા. પ્રધાનમંત્રીએ ઇન્ડોનેશિયાના ચાલી રહેલા જી-૨૦ પ્રમુખપદ માટે રાષ્ટ્રપતિ વિડોડોને અભિનંદન પાઠવ્યા હતા. ભારતના આગામી જી-૨૦ પ્રમુખપદ પર ચર્ચા થઈ હતી. તેઓએ પરસ્પર હિતના વૈશ્ર્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું