
કેરળમાં અતિવૃષ્ટિએ કાળો કેર વર્તાવ્યો હતો. રાક્ષસી પૂરે લાખો લોકોને બેધર કર્યા, સેંકડો લોકો મૃત્યુ પામ્યા.. અનેક લોકોને સ્ત્રીઓ અને બાળકો સહિતઠેરઠેર ભૂખ્યાં- તરસ્યાં ભટકીને જીવ બચાવવો પડ્યો હતો. આવા માહોલમાં બકરી ઈદનો તહેવાર આવ્યો. . કેરળના ત્રિશૂર જિલ્લામાં એક ગામમાં મસ્જિદમાં પાણી ભરાઈ જતાં મુસ્લિમે ચિંતિત હતા કે ઈદની નમાજ કયાં પઢીશું. મુસ્લિમ ભાઈઓની આ સમસ્યાની વાત જયારે ગામના હિંદુ સમાજના લોકો પાસે પહોંચી ત્યારે સમજુ અને સંવેદનશીલ હિંદુ સમાજે તાકીદે નિર્ણય લીધો કે મુસ્લિમ બિરાદરો હિંદુઓના મંદિરમાં નમાજ પઢી શકે છે. પૂરપલીકવું સ્થિત રત્નેશ્વરી મંદિ્રમાં મુસ્લિમોઓ ઈદની નમાજ અદા કરીહતી.. હિંદુ- મુસ્લિમ ભાઈચારાની તેમજ મંદિરના વહીવટકર્તાઓની સંવેદનશીલતા અને હદયની ઉદારતાની આ વાત સાંભળીને સાંભળનારની આંખોમાં ખુશીના આંસુ આવી જાય છે.. કોમી એકતા અને ધર્મ માટેની સાચી સમજણનું આ ઉદાહરણ કટ્ટરપંથીઓ સામે સમજણનું દર્પણ ધરે છે !!