જીનિવામાં પાકિસ્તાની સેનાને આંતરરાષ્ટ્રીય આતંકવાદનું કેન્દ્ર દર્શાવતું બેનર લાગ્યું

 

જીનિવાઃ સ્વિટ્ઝર્લેન્ડના જીનિવામાં પાકિસ્તાનના એક બેનર થકી ફજેતી કરવામાં આવી છે. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના ૪૩મા સત્ર દરમિયાન અહીંના બ્રોકન ચેર સ્મારક પાસે એક બેનર લગાવવામાં આવ્યું હતું, જેની પર લખવામાં આવ્યું હતું કે પાકિસ્તાની સેના આંતરરાષ્ટ્રીય આતંકવાદનું કેન્દ્ર છે. જોકે પાકિસ્તાને આ અપમાનની નિંદા કરી છે.  

૯/૧૧ બાદ પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય આતંકવાદનું કેન્દ્ર બની રહ્યું છે. અફઘાનિસ્તાનની સરહદ સાથે જોડાયેલું ઉત્તર વજીરિસ્તાન અલ-કાયદા અને તાલીબાનની સાથે સાથે અન્ય આતંકી સંગઠનોનું કેન્દ્ર બન્યું છે. દુનિયા સમક્ષ પાકિસ્તાનને ખુલ્લું પાડવાના હેતુથી જ આ બેનરને બ્રોકન ચેર પાસે લગાવવામાં આવ્યું હતું, જેથી આ મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે ઊઠે અને સંયુક્ત રાષ્ટ્ર અસરકારક રીતે પાકિસ્તાનની લગામ ખેંચે. આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠનો માટે પાકિસ્તાની સેનાના સપોર્ટને બ્રોકન ચેરમાં જીનિવાસ્થિત સંયુક્ત રાષ્ટ્રના કાર્યાલય સામે એક બેનર સાથે વિરોધ કરવામાં આવશે. પાકિસ્તાની સરકાર સક્રિય રીતે આતંકી સમૂહોને પ્રોત્સાહન આપી રહી છે, જેની સામે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વિરોધ થઈ રહ્યો છે. 

એક રિપોર્ટ મુજબ, પાકિસ્તાન આતંકવાદીશાસનને પ્રભાવિત કરવા, યોજના બનાવવા, ફંડ ભેગું કરવા અને સરળતાથી આતંકીપ્રવૃત્તિ સંચાલિત કરવામાં સક્ષમ છે, કારણ કે ત્યાં શાસન અને રાજનૈતિક ઇચ્છાશક્તિનો મોટા પ્રમાણમાં અભાવ છે. પાકિસ્તાની સરકાર અનેક ગેરકાયદે પ્રવૃત્તિ સાથે સંકળાયેલી હોવાથી આ મુદ્દાના ઉકેલ માટે તૈયાર નથી