જીએસટી ૨૧મી સદીનું સૌથી મોટું ગાંડપણઃ સુબ્રમણ્યન સ્વામી

 

હૈદરાબાદઃ ભાજપના નેતા અને રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યન સ્વામીએ બુધવારે ભારતના તાજેતરના ટેક્સ રિફોર્મ જીએસટીએસને ૨૧મી સદીનું સૌથી મોટું ગાંડપણ ગણાવતાં કહ્યું હતું કે ૨૦૩૦ સુધીમાં મહાસત્તા બનવા માટે દેશમાં વાર્ષિક ૧૦ ટકાની વૃદ્ધિની જરૂર છે.

તેમણે ભૂતપૂર્વ વડા પ્રધાન સ્વ. પી. વી. નરસિંહ રાવને તેમના કાર્યકાળ દરમિયાન રજૂ કરેલા સુધારા બદલ સર્વોચ્ચ નાગરિક અવોર્ડ ભારત રત્ન આપવાની પણ માગ કરી હતી.

અહીં પ્રસાર ભારતી દ્વારા  આયોજિત ‘ઇન્ડિયાઃ ઇકોનોમિકલ સુપર પાવર બાય ૨૦૩૦’ પર બોલતાં સુબ્રમણ્યન સ્વામીએ કહ્યું હતું કે દેશમાં સમયે સમયે આઠ ટકાનો વિકાસ થયો હોવા છતાં નરસિંહ રાવ દ્વારા કરવામાં આવેલા સુધારામાં કોઈ સુધારો થયો નથી. તેમણે કહ્યું હતું કે આવકવેરા અને આ જીએસટીથી રોકાણકારો ગભરાય નહિ, જે ૨૧મી સદીનું સૌથી મોટું ગાંડપણ છે.

આ જીએસટી એટલો જટિલ છે કે કયાં ફોર્મ ભરવાનાં છે એ કોઈને સમજમાં નથી પડતું. તેમણે કહ્યું હતું કે કોઈ રાજસ્થાન, બાડમેરથી આવ્યા અને તેઓ પૂછતા હતા કે અમારી પાસે વીજળી નથી, અમે કેવી રીતે અપલોડ કરી શકીએ? તેથી મેં કહ્યું કે તેને તમારા માથા પર અપલોડ કરો અને વડા પ્રધાન પાસે જાઓ અને તેમને કહો. તેમણે મંતવ્ય આપ્યું હતું કે મહાસત્તા બનવા માટે ભારતે આગામી ૧૦ વર્ષ માટે વાર્ષિક ૧૦ ટકાની વૃદ્ધિ કરવી જોઈએ. જો આ મોમેન્ટ ચાલુ રહે તો તે ચીનને પાછળ છોડી દેશે અને ૫૦ વર્ષમાં અમેરિકાને નંબર વન સ્થાન માટે પડકારાશે, એમ તેમણે કહ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here