જીએસટી કાઉન્સિલ પેટ્રોલ, ડીઝલને જીએસટીના દાયરામાં લાવશે?

 

 

નવી દિલ્હીઃ શુક્રવારે યોજાનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં પેટ્રોલ, ડીઝલ અને અન્ય પેટ્રોલિયમ ઉત્પાદનોને જીએસટીના દાયરામાં લવાય એવી શક્યતા ચર્ચાઇ રહી છે. લખનઊમાં શુક્રવારે યોજાનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં કોવિડ-૧૯ માટેની જરૂરિયાતના સામાન પરના કરમાં પણ લાભ આપવા વિશે પણ વિચાર કરે એવી શક્યતા છે. 

દેશમાં આસમાને પહોંચેલા પેટ્રોલ અને ડીઝલના ભાવને કાબૂમાં રાખવાનો જીએસટી સારો માર્ગ હોવાનું મનાય છે, કારણ કે જીએસટી હેઠળ લવાયા બાદ એના પર લાગતા રાજયના વેટ કર અને કેન્દ્રની જકાતની પણ બાદબાકી થશે. 

જૂન મહિનામાં એક અરજીના નિકાલ વખતે કેરળની હાઇ કોર્ટે જીએસટી કાઉન્સિલને પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવા જણાવ્યું હતું. 

સૂત્રોના જણાવ્યા મુજબ કોર્ટના આદેશ અનુસાર પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાનો મુદ્દો ચર્ચા માટે જીએસટી કાઉન્સિલ સમક્ષ રજૂ કરવામાં આવશે.