જીએસટી કાઉન્સિલે ર૯ આઈટમને શૂન્ય ટકા સ્લેબમાં મૂકી

0
700

નવી દિલ્હી: નાણાં પ્રધાન અરુણ જેટલીના નેજા હેઠળની પેનલે તેની રપમી બેઠકમાં ર૯ આઈટમો અને પ૪ કેટેગરીઓ પરનાં ટેક્સ દર ઘટાડવાનો નિર્ણય ગુરુવારની બેઠકમાં લીધો હતો. જેનો અમલ રપમી જાન્યુઆરીથી થઈ જશે.
ગૂડ્સ એન્ડ સર્વિસ (જીએસટી)ની શક્તિશાળી કાઉન્સિલે નાના વેપારીઓનો બોજ હળવો કરવાના આશય સાથે રિટર્ન ફાઈલ કરવાની પ્રક્રિયા સરળ બનાવવાની ચર્ચા શરૂ કરી છે. અલબત્ત, અમુક કૃષિ પ્રોડક્ટ પરના જીએસટી દર ઘટાડવામાં આવ્યા છે.

બેઠક બાદ પત્રકારોને માહિતી આપતા અરૂણ જેટલીએ જણાવ્યું હતું કે કાઉન્સિલની આગામી બેઠકમાં ક્રૂડ ઓઈલ, નેચરલ ગેસ, પેટ્રોલ, ડીઝલ, એટીએફ તથા રિયલ એસ્ટેટને જીએસટીમાં આવરી લેવાનો વિચાર કરાશે. વેપારીઓનો બોજ હળવો કરવા જીએસટીઆર ૩બીમાં રિટર્ન ફાઈલ કરવાની પ્રક્રિયા સરળ બનાવવાનો વિચાર કર્યો છે. આ નવી પ્રક્રિયાનો આખરી નિર્ણય જીએસટીની આગામી બેઠકમાં લેવાઈ જશે. જીએસટીની આગામી બેઠકની તારીખ હજી સુધી નિશ્ર્ચિત થઈ શકી નથી.

પહેલી જુલાઈએ જીએસટીનો અમલ શરૂ થયો ત્યાર બાદ ઈ-વે બિલ સાથે રાખવાની જરૂરિયાત આઈટી નેટવર્કની સજ્જતાના અભાવે મુલતવી રખાઈ હતી. ઈ-વે બિલ સિસ્ટમના અમલ પછી ટેક્સ ગૂપચાવવાનું મુશ્કેલ બનશે કેમ કે સરકાર પાસે રૂ. પ૦ હજારથી વધુ કિંમતના માલના વહનની માહિતી હશે અને તેને સપ્લાય કે પરચેઝર એ બેમાંથી કોણે ટેક્સ રિટર્ન ફાઈલ નથી કર્યું તેની ખબર પડી જશે.