ન્યુ યોર્કઃ નોર્થ કેરોલીનામાં ગ્રીન્સબોરોમાં આયોજિત નેશનલ મીટમાં ભારતીય અમેરિકન જેમી ટેલ જિમ્નેસ્ટિક્સમાં નેશનલ ચેમ્પિયન બની છે. ઉલ્લેખનીય છે કે જિમ્નેસ્ટિક્સ જેમી પટેલના જીવનનો હિસ્સો છે અને તે ત્રણ વર્ષની હતી ત્યારથી તેની પ્રેક્ટિસ કરે છે. એક વર્ષ પછી પ્રેક્ટિસ દરમિયાન ટ્રેમ્પોલિન પરથી પડી જતાં તેનો હાથ તૂટી ગયો હતો, પરંતુ તે હિંમત હારી નહોતી. જેમી પટેલે જણાવ્યું હતું કે જ્યારે મારો હાથ તૂટી ગયો હતો ત્યારે પણ હું જિમમાં ગઈ હતી. હું લાંબા સમય સુધી બેસી રહી શકતી નહોતી. હું ઘણી વાર મારા હાથનો ઉપયોગ કરતી નથી.
ડબલ મિની અન ફલોરમાં સ્પર્ધા દરમિયાન જેમી પટેલે નેશનલ લેવલની સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો, પરંતુ ટોપ પર આવી નહોતી, પરંતુ આ પ્રથમ વાર તે ટોચના સ્થાને આવી છે.
જેમી પટેલે કહ્યું કે તે પોતાના કોચ કેથી ગેનીનો ખૂબ જ આભાર માને છે, જેમણે મને નેશનલ ચેમ્પિયન બનાવી છે.
જેમી પટેલે જણાવ્યું હતું કે મેં ખૂબ જ તાલીમ લેવાની શરૂઆત કરી હતી. અઠવાડિયામાં પાંચ દિવસ હું તાલીમ લેતી હતી.
જેમી પટેલ માર્શલ હાઈ સ્કૂલમાં અભ્યાસ કરે છે અને જાન્યુઆરી સુધી તે ફરીથી સ્પર્ધામાં ભાગ લેશે નહિ.