જિજ્ઞેશ મેવાણીને એકલા પાડી દેવાની ભાજપ અને કોંગ્રેસની યોજના…

0
969
IANS

 

ગુજરાત વિધાનસભાના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને વિધાનસભામાં એકલા પાડી દેવાની વ્યૂહ રચનામાં ભાજપ સરકાર અને કોંગ્રેસે સફળતા મેળવી હોવાનું જણાવવામાં  આવ્યું હતું. દલિત નેતા અને અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ વિધાનસભાના ગૃહમાં ગઈકાલે  પાટણની ઘટના અંગે જોરદાર રજૂઆત કરી હતી. તેમના અસરકારક પ્રવચનથી સમગ્ર ગૃહમાં સહુ સભ્યો દિગ્મૂઢ થઈ ગયા હતા. દલિતોના મુદા્ અંગે તેમને યશ ન મળે તેવા આશયથી કોંગ્રેસ અને ભાજપના વિધાનસભ્યોએ વ્યૂહ ગોઠવીને આખો મુદો્ જ ઊડાડી દીધો હતો.