જાપાનમાં ૩૬૦ કિ.મી.ની ઝડપે દોડતી બુલેટ ટ્રેન શરૂ

 

ટોકિયોઃ બુલેટ ટ્રેનોના દેશ તરીકે જાણીતા જાપાનમાં એક નવી, અતિ ઝડપે દોડી શકે તેવી બુલેટ ટ્રેન શરૂ થઇ છે જે ધરતીકંપને પણ માત આપીને આગળ નીકળી જઇ શકે છે. જાપાનની રાજધાની ટોકિયોને ઓસાકા અને કોબે શહેરો સાથે જોડતી ટાકાઇડો શિંકાન્સેલ લાઇન પર જ આ નવી એન૭૦૦એસ બુલેટ ટ્રેન દોડશે. 

૧૯૬૪માં વિશ્વની પ્રથમ બુલેટ ટ્રેન લાઇન બની હતી. આ લાઇન પર હવે આ જે નવી બુલેટ ટ્રેન દોડવા જઇ રહી છે તે કલાકના ૩૬૦ કિમીની ઝડપે દોડી શકે છે. આ ટ્રેનમાં એક એક્ટિવ સસ્પેન્શ સિસ્ટમ છે અને લિથિયમ આયર્નની બેટરીઓ છે જેના કારણે તે ઓવરહેડ પાવર લાઇન વિના જ પાટા પર દોડી શકે છે. આ નવી એન૭૦૦એસ બુલેટ ટ્રેનમાં બેટરીઓ હોવાથી તે પાવર સપ્લાય વિના પણ આગળ દોડતી રહી શકે છે અને સલામત સ્થળે જઇને અટકી શકે છે.