જાપાનમાં વિનાશકારી તોફાનઃ હજારો બેઘર, અનેકના મૃત્યુ, સેંકડો લોકો ઘાયલ

0
709

 

Reuters

જાપાનમાં વિનાશકારી તોફાને ખૂબ તારાજી સર્જી છે. તોફાનને કારણે આશરે 12 લાખથી વધુ લોકો જુદા જુદા સ્થળો પર ફસાયા હોવાના સમાચાર મળ્યા હતા. જાપાનનું આ વિનાશકારી ટાઈફુન – વાવાઝોડું હજારો લોકોના જીવનમાં તબાહી નોંતરી રહયું છે. 216 કિલોમીટરની ઝડપે પવન ફુંકાયા બાદ અનેક વૃક્ષો ધરાશાયી  થયા હતા. તોફાનને કારણે 700 જેટલી ફલાઈટોને રદ કરવામાં આવી હતી. હજારો લોકો એરપોર્ટ પર અટવાઈ ગયા છે. પ્રચંડ તોફાનને કારણે પશ્ચિમી જાપાનમાં આશરે 700 સ્થાનિક અને વિદેશી ફલાઈટો રદ કરવામાં આવી હતી. તીવ્રગતિએ ચાલતી ટ્રેનો બંધ કરવામાં આવી છે. ટોકિયો અને ઓકાયામા વચ્ચે ચાલતી બુલેટ ટ્રેનને બંધ કરવામાં આવી હતી. જાપાનના વડાપ્રધાન શિન્જો આબેએ દરિયાકાંઠે રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે વહીવટીતંત્રને સાબદું કર્યું હતું. વિમાનની સેવા અને ટ્રેનની સેવા ખોરવાઈ જવાને લીધે રાહતનીા કામગીરીમાં અડચણ ઊભી થઈ રહી છે.