

જાપાનના વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાને ભોજન દરમિયાન જાપાનના વડાપ્રધાન શિંજો આબેએ મોદીને ચોપસ્ટીક્સથી ભોજન કરતાં શીખવ્યું હતું. તેમંણે નરેન્દ્ર મોદીને સોથી વિશ્વાસપાત્ર મિત્રોમાંના એક ગણાવ્યા હતા. તેમણે જાપાનના યામાનાસીના નારસાવા ગામમાં આવેલા તેમના હોલિડે હોમ ખાતે નરેન્દ્ર મોદીની મહેમાનગતિ કરી હતી. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટવીટ કરીને જણાવ્યું હતું કે, મને વડાપ્રધાન શિંજોએ ચોપ્સ્ટીકસથી ખાતાં શીખવ્યું. પોતાના ઘરમાં મારી મહેમાનગતિ કરવા માટે હું એમનો આભારી છુંં.
ટોકિયો ખાતે આયોજિત કાર્યક્રમમાં ભારતીય સમુદાયને સંબોધતાં કહયું હતું કે, દિવાળીનાે દીપક જયાં હોય છે ત્યાં અજવાળું ફેલાવતો રહે છે. તમે પણ જાપાનમાં અને દુનિયાના ખૂણે ખૂણે જયાં પણ રહો ત્યાં ભારતનું નામ અને પ્રતિષ્ઠા જાળવજો. ભારતનું નામ રોશન કરજો. ભારત હાલમાં પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. આજે સમસ્ત વિશ્વ ભારતના માનવતાવાદી અભિગમની સરાહના કરી રહ્યું છે. ડિજિટલક્ષેત્રે ભારતે નોંધપાત્ર પ્રગતિ કરી છે. ઈન્ટરનેટ કનેકશન આજે ભારતના ગામેગામ પહોંચી ગયું છે.