જાપાનના નવા વડાપ્રધાન ફુમિયો કિશિદાઃ જાપાનની સત્તારૂઢ પાર્ટી એલડીપીએ ભૂતપૂર્વ વિદેશમંત્રી ફુમિયો કિશિદાને પોતાના નવા વડા પ્રધાન તરીકે પસંદ કરી લીધા છે. 

 

           વડાપ્રધાન પદ માટે લડી રહેલા લોકપ્રિય વેકિસન મંત્રી તારો કોનોને સફળતા મળી નથી. હવે કિશિદા વડા પ્રધાન યોશીહિદે સુગાની જગ્યા લેશે. તેમણે ગત સપ્ટેમ્બરમાં પદભાર ગ્રહણ કર્યા બાદ ફક્ત એક વરસની સેવા આપ્યા બાદ વડા પ્રધાનપદેથી રાજીનામું આપી દીધું હતું. કિશિદા એક ઉદારવાદી રાજનેતા તરીકે જાણીતા છે. 64 વર્ષીય  કિશિદા એલડીપીના નીતિ વિષયક પ્રમુખ તરીકે કાર્ય  કરી ચૂક્યા છે. 58 વર્ષિય તારો કોનો જાપાનના ભૂતપૂર્વ વિદેશ મંત્રી અને સંરક્ષણ મંત્રી છે. હાલમાં તેઓ કોવિડ-19 વેકિસન ના પ્રભારી મંત્રી છે. જયોર્જ ટાઉન  વિશ્વ વિદ્યાલયમાંથી અભ્યાસ પૂર્ણ કરનારા તેમજ અસ્ખલિત અંગ્રેજી બોલવામાં સક્ષમ તારો કોનો યુવા જાપાની મતદાર સમુદાય પર પકડ ધરાવે છે. જાપાનના વડા પ્રધાનપદની  સ્પર્ધામાં સામેલ 4 ઉમેદવારોમાં 2 મહિલાઓ પણ હતી. જોકે એમાંથી એક પણ મહિલાને જીત મળી શકી નહોતી. જો તેમાંથી કોઈ મહિલા જીતી હોત તો તે જાપાનના પહેલા વડા પ્રધાન બનવાનું માન મેળવી શક્યા હોત.