જાપાનના ઓસાકા શહેરમાં પ્રચંડ ભૂકંપ – ધરતીકંપની તીવ્રતા 6.1 જેટલી હતી

0
1410

જાપાનના શહેર ઓસાકામાં ધરતીકંપે ભારે તારાજી સર્જી હતી. ધરતીકંપને લીધે એક માસૂમ બાળકી સહિત ત્રણ લોકોના મૃત્યુ થયાં હતા. ધરતીકંપનો જોરદાર આંચકો અનુભવ્યા બાદ શહેરમાં સ્થાનિક ટ્રેન – સેવા બંધ કરી દેવામાં આવી હતી. ઘાટલ થયેલા લોકોને  સારવાર માટે તાત્કાલિક હોસિપટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહતની કામગીરી યુધ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી. ધરતીકંપને કારણે અનેક ઈમારતોને નુકસાન થયું હતું. ઓસાકા શહેરના ઉત્તરીય વિસ્તારમાં આવેલા સ્વીમિંગ પુલ સંકુલમાં  દીવાલ ધરાશાયી થવાને કારણે એક બાળકીનું મૃત્યુ થયું હતું. જાપાનમાં ધરતીકંપના આંચકા અવારનવાર આવતા રહે છે. તાજેતરના ધરતીકંપ બાદ વહીવટીતંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.