જાણીતી કોરિયોગ્રાફર અને નિર્દેશક ફારાહ ખાન અને રોહિત શેટ્ટી મળીને બનાવી રહ્યા છે સત્તે પે સત્તાની રિમેક…

0
919

 

   દાયકાઓ પહેલા બનેલી અને ટિકિટબારી પર ખૂબ સફળ થયેલી ફિલ્મ સત્તે પે સત્તા ફરી નવા કલેવરમાં રજૂ થઈ રહી છે. અમિતાભ બચ્ચન અને  હેમા માલિનીની મુખ્ય ભૂમિકાવાળી આ ફિલ્મમાં ભાઈઓની ભૂમિકામાં સચીન, પેન્ટલ, અસરાની, શક્તિ કપુર પણ શામેલ હતા. ટિકિટબારી પર આ ફિલ્મ ખૂબજ સફળ થઈ હતી. હવે આ  ફિલ્મની રિમેક બની રહી છે. ફારાહ ખાન અને રોહિત શેટ્ટી મળીને આ ફિલ્મનું નિર્માણ કરી રહહ્યા છે. અમિતાભ અને હેમા માલિનીની ભૂમિકા કોણ ભજવે એ વિષે બોલીવુડમાં ખાસ્સી ચર્ચા ચાલી હતી. રણબીર કપુર, રણવીર સિંહ, વરુણ ધવન  અને અક્ષય કુમારને અમિતાભની ભૂમિકા આપવાની વાત થઈ હતી. પણ છેવટે આ રોલ માટે હેન્ડસમ, ટોલ ને સૌષ્ઠવપૂર્ણ શરીર ધરાવતા પ્રતિભાશાળી અભિનેતા હૃતિક રોશનની પસંદગી ફાયનલ થઈ ગઈ છે. હૃતિકના ચાહકો માટે આ આનંદના સમાચાર છે. હૃતિક સાથે હીરોઈનની ભૂમિકામાં છે દીપિકા પાદુકોણ. દીપિકા સુંદર છે, અનુભવી અભિનેત્રી છે તેમજ હેમા માલિનીએ ભજવેલી ભૂમિકા માટે એ સૌથી યોગ્ય છે. બાકીના કલાકારોની પસંદગી કરાયા બાદ આ  ફિલ્મનું શૂટિંગ ઝડપથી શરૂ કરવામાં આવશે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here