જાણીતા હાસ્યલેખક વિનોદ ભટ્ટની  નાદુરસ્ત તબિયત -હોસ્પિટલમાં દાખલ કરાયા

0
711

ગુજરાતી ભાષાના અતિ લોકપ્રિય હાસ્ય લેખક વિનોદ ભટ્ટને ફેફસામાં પાણી ભરાવાના વ્યાધિને કારણે તબિયત બગડતા સારવાર માટે અમદાવાદમાં મીઠાખરી વિસ્તારની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના પત્નીનું થોડાક સપ્તાહ અગાઉ અવસાન થયા બાદ વિનોદભાઈની તબિયત નાદુરસ્ત રહેતી હતી. તેમને શરદી, ખાંસી અને હાંફ ચઢવાને કારણે શરીરમાં અશકિત આવી ગઈ હતી. હાલમાં તેઓની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું હતું .