જાણીતા સર્જન-લેખક અતુલ ગવાન્ડે હેલ્થકેર વેન્ચરના વડા તરીકે નિમાશે

કેરોલીન જોહન્સન
વોશિંગ્ટનઃ જાણીતા સર્જન અને સૌથી વધારે વંચાતા લેખક અતુલ ગવાન્ડે નવી કંપનીના વડા બનશે, જે હેલ્થકેર કોસ્ટ ઘટાડશે. આ નવી કંપની એમેઝોન, જેપીમોર્ગન ચેઝ અને બર્કશાયર હેથવેનું સંયુક્ત સાહસ રહેશે. આશા છે કે આ નવી કંપની અમેરિકન હેલ્થકેર સિસ્ટમમાં સુધારણા કરશે.
આ નવી કંપની બોસ્ટનસ્થિત છે જે હેલ્થકેરને વધુ પારદર્શક, કિફાયતી અને ત્રણ કંપનીઓમાં કામ કરતા એક મિલિયન કામદારો માટે સહજ બનાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે. આની જાહેરાત જાન્યુઆરીમાં થઈ હતી. અતુલ ગવાન્ડે બ્રિન્ગહામમાં અને બોસ્ટનમાં વીમેન્સ હોસ્પિટલમાં સર્જન તરીકે પ્રેક્ટિસ કરે છે. તેઓ ન્યુ યોર્કર મેગેઝિનમાં લેખક છે. તેમણે જણાવ્યું હતું કે કંપની સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કરશે. બ્રિન્ગહામ હેલ્થના પ્રેસિડન્ટ એલિઝાબેથ નાબેલે જણાવ્યું હતું કે તેઓ સમસ્યાથી ક્યારેય દૂર ભાગતા નથી. અતુલ ગવાન્ડે હંમેશાં હેલ્થ સિસ્ટમને વધુ અસરકારક બનાવવા માટે, જિંદગી બચાવવા માટે, પીડામાં ઘટાડો કરવા માટે તત્પર હોય છે. તેઓ ખૂબ જ નિષ્ણાત, તજ્જ્ઞ અને સર્જક છે.