જાણીતા વાસ્તુશાસ્ત્રી શૈલેન્દ્રસિંહ  વાઘેલા વિશિષ્ટ સેવા બદલ સન્માનિત

 

અમદાવાદઃ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત જાણીતા જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રી શૈલેન્દ્રસિંહ વાઘેલા (બાપુ)ને તાજેતરમાં તેમની વિશિષ્ટ સેવાઓ બદલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ભ્્યશ્વસ્ર્્યજ્ઞ્દ્દ ંશ્ લ્્યણૂણૂફૂસ્ર્સ્ર્નો એવોર્ડ એનાયત થયો હતો.

અમદાવાદમાં યોજાયેલ એક ખાસ સમારંભમાં દેશ-વિદેશમાં વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષમાં નામના મેળવેલ જાણીતા મોટીવેશનલ સ્પીકર શૈલેન્દ્રસિંહ વાઘેલા કે જેઓ બાપુ તરીકે પણ લોકપ્રિય છે. તેઓને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમની વિશિષ્ટ સેવા પ્રદાન બદલ આ એવોર્ડથી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે ગુજરાતનાં અનેક અગ્રણી ઉદ્યોગપતિઓ, રાજકીય અગ્રણીઓ, સિનિયર પત્રકારો પણ ઉપસ્થિત રહ્યા હતાં.

અમદાવાદમાં કર્ણાટક બેંકની મીડ કોર્પોરેટ ફાયનાન્સ શાખા ખુલી

અમદાવાદઃ છેલ્લાં ૯૭ વર્ષથી બેકિંગ ક્ષેત્રે સફળ રીતે કાર્યરત અને દેશભરમાં ૮૫૮ શાખા ધરાવતી કર્ણાટક બેંક લી.ની મીડ કોર્પોરેટ ફાયનાન્સ શાખાનું તાજેતરમાં અમદાવાદ ખાતે સી. જી. રોડ શાખાનું ઉદઘાટન થયું હતું. આશરે ૧૧ મિલિયન સંતુષ્ટ ગ્રાહકો અને ૧,૩૫,૦૦૦ કરોડનું ટર્ન ઓવર ધરાવતી કર્ણાટક બેંક લિમિટેડ શાખાના ઉદ્ઘાટન પ્રસંગે બેંકના એમ.ડી. અને સી.ઇ.ઓ. મહાબલેશ્વરા એમ. એસ. ખાસ ઉપસ્થિત રહ્યા હતા. લ્પ્ચ્ અને નવા કોર્પોરેટ ગૃહને સરળતાથી ફાયનાન્સ ઉપલબ્ધ થઈ રહે તે હેતુથી આ બેંકની શાખાનાં ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનાં વાઇસ પ્રેસિડન્ટ સંજીવ છાજેડ અને ફ્ઘ્ભ્ના નેતા નિકુલસિંહ તોમર સહિત અનેક ઉદ્યોગ અગ્રણીઓ હાજર રહ્યા હતા