જાણીતા પાશ્વગાયિકા નેહા ક્કકડ પંજાબી ગાયક રોહનપ્રીત સિંઘ સાથે ટૂંક સમયમાં લગ્ન કરશે. 

 

 

    ચાર વરસ સુધી હિમાંશ કોહલી સાથે સંબંધમાં રહ્યા બાદ બ્રેકઅપ થવાને કારણે હતાશ થયેલી નેહા ક્કક્ડ ને સ્વસ્થતા અને રાબેતા  મુજબનું જીવન શરૂ કરવા માટે ખાસ્સો સમય લાગ્યો હતો. નેહા અતિ સંવંદનશીલ છે. હિમાંશે કરેલું બ્રેકઅપ એને માટે અસહ્ય બની રહ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, હવે પોતાનો ભૂતકાળ ભૂલી જઈને પોતાના નવા પ્રેમી પંજાબી ગાયક ઈન્ડિયાઝ રાઈઝિંગ સ્ટાર રોહન પ્રીત સિંહને ડેટ કરી રહી છે. તેમની પ્રથમ મુલાકાત નેહાના સોન્ગ આજા ચલ બ્યાહ કરવાયે ના સેટ પર થઈ હતી. રોહન પ્રીત સિંહ વર્ષ 2019માં ઈન્ડિયાઝ રાઈજિંગ સ્ટારની ત્રીજી સિઝનમાં કન્ટેસ્ટન્ટ હતો. તે ઉપરાંત એ લગ્ન વિષયક રિયાલિટી શો મુજસે શાદી કરોનો કન્ટેસ્ટન્ટ હતો. આ અગાઉ નેહાના લગ્ન આદિત્ય નારાયણ સાથે થઈ રહ્યા હોવાની અફવા પણ ઊડી હતી. રોહન પ્રીત સિંહ અને નેહા ખરેખર લગ્ન કરવાના છે કે નહિ તે અંગે હાલમાં અલગ અલગ અનુમાન કરવામાં આવી રહે્યા છે.