જાણીતા પંજાબી સિંગર દિલજીત દોસાંઝ હવે એક પ્રેગનન્ટ પુરુષની રમૂજભરી ભૂમિકા ભજવશે..

Twitter

 

        અગાઉ રિલિઝ થયેલી ફિલ્મ ગુડ ન્યૂઝમાં દિલજીતે અક્ષય કુમારની સાથે કોમેડી ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં દિલજીતની ભૂમિકાને પ્રેક્ષકોએ ખૂબ પસંદ કરી હતી. પંજાબી ફિલ્મોમાં અભિનય કરતા દિલજીતે અનેક હિન્દી ફિલ્મોમાં પણ ભૂમિકાઓ ભજવીને લોકપ્રિયતા મેળવી છે. દિલજીત હવે એક વધુ કોમેડી ફિલ્મમાં ભૂમિકા ભજવી રહ્યો છે. જેમાં એનો રોલ એક પ્રેગનન્ટ પુરુષનો છે. તે આજકાલ પોતાની આ ભૂમિકા માટે ખૂબ જ મહેનત કરી રહ્યો છે.  આ ફિલમમાં દિલજીતની સાથે અભિનેત્રી યામી ગૌતમ ભૂમિકા ભજવી રહી છે. જાણીતા નિર્દેશક શાદ અલી આ ફિલ્મનું નિર્દેશન કરવાના છે. આ ફિલમનું કથાનક એક ફેમેલી ડ્રામા પર આધારિત છે. પંજાબના એક દંપતીની વાત આ ફિલ્મમાં રજૂ કરવામાં આવી છે.