જાણીતા દિગ્દર્શક, કલાકાર અનુપ પંચાલનું મુંબઈમાં નિધન

 

અમદાવાદઃ અમદાવાદના જાણીતા દિગ્દર્શક, કલાકાર, અનુપ પંચાલ ઘણા વર્ષોથી મુંબઈમાં સહાયક દિગ્દર્શક તરીકે અને કાર્યકારી નિર્માતા તરીકે હિન્દી ફિલ્મો અને સિરિયલોમાં કામ કરતા હતા. આમદાવાદમાં તેમણે સંદીપ પટેલ, સી. એમ. પટેલ અને જીતેન્દ્ર ઠક્કરના સહાયક દિગ્દર્શક તરીકે ઘણું કામ કર્યું હતું. આવા હોનહાર આશાસ્પદ દિગ્દર્શકને કલાજગત એ ગુમાવ્યા છે. કોરોનાના લીધે મુંબઈસ્થિત તેમનું દુઃખદ અવસાન થયું છે. પ્રભુ તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના. મુંબઈમાં તેઓ વિશાલ લોહારના નામે જાણીતા હતા