જાણીતા જ્યોતિષી ડો. આર. જે. દવે (દવેગુરુજી) પીએચ.ડી થયાઃ ધારિયાલા દવે સમાજનું ગૌરવ


નડિયાદઃ ખેડા-આણંદ સહિત સમગ્ર ગુજરાત રાજ્યના જાણીતા જાયોતિષી ડો. આર. જે. દવે (દવેગુરુજી) ઓમકારેશ્વર જ્યોતિષ યુનિવર્સિટીમાંથી જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર’ અંગેના સંશોધનાત્મક મહાનિબંધ તૈયાર કરીને પીએચ. ડી થયા છે. મૂળ અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના વીંછણ ગામના વતની અને હાલ સાક્ષરભૂમિ નગર નડિયાદને કર્મભૂમિ બનાવી જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં નામના પ્રાપ્ત કરી છે. જ્યોતિષી ડો. આર. જે. દવેની તાજેતરમાં ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ કાઉન્સિલ દ્વારા ગુજરાતના ઝોનલ ડાયરેક્ટર તરીકે નિમણૂક થઈ છે. તેઓ નડિયાદના ગૌરવસમાન છે.