જાણીતા ગાયક દલેર મહેંદીને બે વરસની જેલની સજા ફરમાવતી પંજાબની અદાલત

0
1029

પંજાબની એક સ્થાનિક અદાલતે જાણીતા ગાયક દલેર મહેંદીને માનવ -0 તસ્કરીના અપરાધ માટે દોષિત ઠેરવ્યા છે. પતિયાલા અદાલતે તેમને બે વરસની જેલની સજા ફરમાવી છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગાયક દલેર મહેંદીના ભાઈ શમશેરસિંહને પણ અદાલતે દોષિત ગણાવ્યા છે. આ બન્ને જણા લોકોને ગેર કાયદેસર રીતે વિદેશમાં ઘુસણખોરી કરાવતા હતા. પોતાની સં૆ગીત ટીમના ક્રુ તરીકે તેઓ સબંધિત વ્યક્તિઓને પરદેશ લઈ જતા હતા અને ત્યાં છોડી મૂકતા હતા. મળેલી માહિતી પ્રમાણે, આ બન્ને ભાઈઓએ અમેરિકામાં મ્યુઝિકલ કાર્યક્રમં આપવા માટે 1998 અને 1999માં કરેલા પ્રવાસ દરમિયાન 10 વ્યક્તિઓને ગેરકાયદેસર રીતે અમેરિકા લઈ ગયા હતા. આ રીતે લોકોને ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘુસણખોરી કરાવવાના બદલામાં એમની પાસેથી મોટી રકમ લેતા હતા. દલેર મહેંદી વિરુધ્ધ આશરે માનવ-તસ્કરી સંબંધિત 31 કેસો નોંધવામાં આવ્યા હતા. તેમના ભાઈ સમશેરસિંઘ પણ સરકારી વહીવટીતંત્ર સાથે છેતરપિંડી કરીને કેટલાક લોકોને ગેરકાયદેસર રીતે પોતાની ટીમ સાથે લઈ જવાનો  આરોપ મૂકવામાં આવ્યો હતો. દલેર મહેંદી હાલમાં પંજાબ પોલીસની કસ્ટડીમાં હોવાનું જણાવવામાં આવ્યું હતું.