જાણીતા કોમેડિયન કપિલ શર્મા આગામી 12 ડિસેમ્બરના લગ્ન કરશે

0
926

જાણીતા હાસ્ય- કલાકાર અને સ્ટેન્ડ-અપ કોમેડીની રજૂઆત કરીને ભારતભરના કલારસિકોનો સ્નેહ અને માન હાસલ કરનાર યુવાન કલાકાર કપિલ શર્મા 12મી ડિસેમ્બરે તેમની ગર્લફ્રેન્ડ ગિની ચતરથ સાથે લગ્ન કરશે. લગન્ની તમામ વિધિ ગિની ( ગિન્ની) ના હોમટાઉન જલંધરમાં કરવામાં આવશે. કપિલ શર્માએ એમના લગ્ન અંગે વાત કરતા જણાવયું હતું કે, અમે એકદમ સાદાઈથી લગ્ન કરવા માગતા હતા પણ ગિની એના માતા-પિતાની એકમાત્ર દીકરી છે. હું તેના માતા-પિતાની લાગણીને સમજું છું. તેઓ એમની એકનીએક દીકરીના લગ્ન ખૂબ ધામધૂમથી કરવા માગે છે.આથી અમે તેમની લાગણીને માન આપીને લગ્ન ધામધૂમથી કરીશું.

 કપિલ શર્માએ વધુમાં ઉમેર્યું હતું કે, જયારે મારા ભાઈના લગ્ન થયાં ત્યારે અમારી આર્થિક પરિસ્થિતિ સારી નહોતી એટલે અમે સાવ થોડાક માણસોની બારાત લઈને લગ્ન કરવા ગયા હતા. કપિલ શર્મા અમૃતસરના વતની છે. તેમનો આયોજિત કાર્યક્રમ કપિલ શર્મા શોએ દર્શકોમાં ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી. લોકો કપિલની કોમેડીને ખૂબજ પસંદ કરતા હતા. તેની ડાયલોગ ડિલિવરી- સંવાદો બોલવાની છટા, પંચલાઈન , ટાઈમિંગ,- બધું જ સરાહનીય હતું. આમ છતાં કાર્યક્રમના સહ કલાકાર  સુનીલ ગ્રોવર સાથે ઝઘડો થવાને કારણે એ કોમેડી શોના પ્રતિભાશાળી કલાકારો વિખરાઈ ગયાહતા. જેને કારણે કપિલનો શો બંધ કરવાની નોબત આવી હતી. કપિલે શરૂ કરેલો નવો શો પણ ખાસ કામિયાબી મેળવી શક્યો નહિ. ઘણા લાંબા સમયથી ટીવીના પરદે ગેરહાજર રહેનારો આ પ્રતિભાશીલ કલાકાર હતાશ બનીને શરાબની લતે ચઢી ગયો હોવાના સમાચાર પણ અગાઉ મિડિયામાં પ્રકાશિત થયા હતા. હવે કપિલના લગ્ન અંગે આધારભૂત સૂત્રો દ્વારા સમાચાર મળ્યા છે. કપિલ ટૂંક સમયમાં ટીવીના પરદે પાછો ફરશે એવા સમાચાર પણ સત્તાવાર સૂત્રોએ આપ્યા હતા.