જાણીતા કવિ રમેશ ચૌહાણ આઈઆરએસ તરીકે પદોન્નિત

અમદાવાદ: ગુજરાતી ભાષાનાં જાણીતાં કવિ રમેશ ચૌહાણ કે જેમનાં ચાર કાવ્ય સંગ્રહ પ્રકાશિત થઇ ચૂક્યા છે અને એમનાં લખેલાં ગરબા, ભજન કીર્તિદાન ગઢવી, પાર્થ ઓઝા, ઓસમાન મીર, શ્યામલ સૌમિલ, ઐશ્વર્યા મજમુદાર જેવા અનેક ગાયકોએ ગાયાં છે જેનાં સોશ્યિલ મીડિયા પર લાખો ચાહક અને ભાવક છે તેમને તાજેતરમાં ભારત સરકાર દ્વારા કસ્ટમ્સ ખાતામાં આઈ આર એસ તરીકે બઢતી આપી છે. પરમ પૂજ્ય સંત મોરારી બાપુને પણ તેમની ગઝલો ગમે છે અને પઠન કરેલી આ ખૂબ સુંદર ગઝલ:
‘મૌન ઘર છે સાવ મૂંગા બારણા છે
શૂન્યતા ઓઢી સૂતેલા પારણા છે’
‘છે પ્રભૂ શ્રધ્ધાભર્યા મનની નિપજ
સ્વર્ગ પણ કોઈ કવિની ધારણા છે’
‘આપ નહી છટકી શકો વર્તન કરી
માણસોની આંખ મોટા ચારણા છે’
‘આપ મમતામય કદમથી સંચરો તો
માની આંખોમાં ફક્ત ઓવારણા છે’
કવિતાના શબ્દો થઇ કાગળ પર જીવવા વાળો સરકારી માણસ રમેશ ચૌહાણ ભારત સરકારના કસ્ટમ વિભાગમાં બઢતી મેળવીને IRS અધિકારી બન્યાં છે.