
.
હાલમાં દક્ષિણ મુંબઈ લોકસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર મિલિન્દ દેવરાએ એક વિડિયો શેયર કર્યો હતો. જેમાં મુંબઈ સહિત દેશના ટોચના બિઝનેસમેનો તેમજ અધિકારીઓ તેમની ઉમેદવારીને સમર્થન આપી રહ્યાના નિવેદનો રજૂ કરવામાં આવ્યા હતા.ઉપરોકત વિડિયો નિવેદનોમાં નાના વેપારીઓ સહિત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીયલ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી અને કોટક મહિન્દ્ર બેન્કના મેનેજિંગ ડિરેકટર ઉદય કોટકે આપેલા સમર્થનનો સમાવેશ થાય છે. મિલનદ દેવરાે ટવીટર પર કહ્યું હતું કે, નાના દુકાનદારોથી શરૂ કરીને મોટા બિઝનેસમેન અને ઉદ્યોગપતિઓ સુધી – પ્રત્યેક વ્યક્તિ માટે દક્ષિણ મુંબઈનો અર્થ થાય છે – બિઝનેસ . આપણે દક્ષિણ મુંબઈ વિસ્તારમાં ઘંધા- રોજગારને ફરીથી પાછા લાવવા છે. દક્ષિણ મુંબઈને વ્યાપાર- ધંધાથી ફરી ગાજતું કરવું છે.