જાણીતા અર્થશાસ્ત્રી અને બ્રિટિશ રાજનીતિજ્ઞ મેઘનાદ દેસાઈનું મંતવ્યઃ નરેન્દ્ર મોદી કુશળ રાજનીતિજ્ઞ છે પણ સારા ટીમ લીડર નથી..

0
965
Reuters

લોકસભાની ચૂંટણી જેમ જેમ નિકટ આવી રહી છે તેમ તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યશૈલી બાબત વિધ  વિધ પ્રકારની ટીકાઓ અને આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.

ખાસ કરીને, તાજેતરમાં પાંચ રાજ્યોની ચૂંટણીમાં ભાજપનો ધબડકો થયો ત્યારથી મોદી સરકારની નિષ્ફળતાઓ અન ભાજપની મનસ્વી કાર્યપ્રણાલિ વિષ્ વિરોધ અને ટીકાનો સૂર ઊઠતો જોવા મળી રહ્યો છે. આ ટીકાકારોમાં હવે જાણીતા અર્થશાસ્ત્રી મેઘનાદ  ભટ્ટનું નામ પણ ઉમેરાયું છે. સમય સમયની વાત છે. એક સમયગાળો એવો હતો કે, મેઘનાદ દેસાઈ નરેન્દ્ર મોદીના મોં ફાટ વખાણ કરતાં થાકતા નહોતા. મેઘનાદ દેસાઈ કહે છેઃ આગામી 2019ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીથી નિરાશ થયેલી જનતા તેમને પુન મત નહિ આપે. તેઓ ફરીવાર વડાપ્રધાન બને એ શક્ય લાગતું નથી. નરેન્દ્ર મોદીની સરકારે જનતાને વચનો બહુ જ આપ્યા પણ એ પૂરાં ન કરી શક્યા. મેઘના્દ દેસાઈએ સમાચાર સંસ્થા પીટીઆઈને આપેલા એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, મોદીજીએ જરૂરત કરતાં વધારે વચનો જનતાને આપ્યા, પણ એ વચનો પૂરાં ના કરી શક્યા. નરેન્દ્ર મોદી એવું માનતા હતા કે મજબૂત કેબિનેટ- પ્રધાનમંડળ કરતાં ચુનંદા અધિકારીઓ ( સનદી ઓફિસરો) દ્વારા વધુ સારી રીતે દેશનું વહીવટીતંત્ર ચલાવી શકાશે. નરેન્દ્ર મોદીનો એ વિશ્વાસ સદંતર ખોટો પુરવાર થયો છે. તેમણે ગુજરાતના મુખ્યપ્રપધાન હતા ત્યારે નોકરશાહી પર આધાર રાખીને જ રાજ્યનું શાસન ચલાવ્યું હતું. એજ શિરસ્તો એમણે વડાપ્રધાન તરીકે પણ ચાલુ રાખ્યો એટલે એમને નિરાશા મળી. લોકો નિરાશ થયા છે. લોકો પૂછી રહ્યા છે કે, અચ્છે દિન કબ આયેંગે..

 વરસો સુધી બ્રિટનની લેબર પાર્ટીના સક્રિય સભ્ય તરીકે યશસ્વી કામગીરી બજાવનારા જણીતા રાજકીય વિ્શ્લેષક અને અર્થશાસ્ત્રીએ વિશેષમાં કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીના પ્રધાનમંડળમાં અરુણ જેટલી અને સુષમા સ્વરાજ  સિવાય કોઈની પાસે પ્રધાન તરીકેની કામગીરીનો જાત અનુભવ કે જ્ઞાન નથી. નરેન્દ્ર મોદીને ખુદ એ વાતનો અહેસાસ નહોતો કે પરિસ્થિતિ આટલી વિપરીત થઈ જશે. વળી તેઓ ટીમને સાથે લઈને કામ કરવામાં માનતા નથી. ટીમ ભાવના ના હોવાને લીધે તેઓ ધાર્યું કામ કરી શક્યા નથી. ત્રણ હિન્દીભાષી રાજ્યોમાં ચૂંટણીમાં મળેલો પરાજય મોદીને વિનમ્ર અને સહુનો સાથ લઈને ચાલવાની રીત શીખવે એ જરૂરી છે