જાણીતા અભિનેતા ફરહાન અખ્તરે પોતાનું ફેસબુક એકાઉન્ટ બંધ કરી દીધું!

0
786

હાલમાં પ્રાપ્ત માહિતી મુજબ, બોલીવુડના જાણીતા અભિનેતા, નિર્દેશક અને નિર્માતા ફરહાન અખ્તરે એમનો ફેસબુક એકાઉન્ટ હંમેશા માટે બંધ કરી દીધો છે. આમ છતાં હજી પણ ફરહાન અખ્તરના નામે લાઈવ પેજ  ઉપલબ્ધ છે. આજકાલ દુનિયાભરમાં ડિલિટ ફેસબુક નામથી એક આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં લોકોને પોતાનું ફેસબુક એકાઉન્ટ બંધ કરવામાટે કહેવામાં આવી રહ્યું છે. આનું કારણ એ છેકે ફેસબુકના માધ્યમથી વ્યક્તિની ખાનગી માહિતી અન્ય કંપનીઓને આપવામાં આવી રહી છે. આ વાતનો ઘટસ્ફોટ થયા બાદ સોશ્યલ મિડિયા પર આ પ્રકારની મુવમેન્ટ ગતિશીલ બની હોવાનું માનવામાં આવી રહ્યું છે.