જાણીતા અને પીઢ ધારાશાસ્ત્રી રામ જેઠમલાનીની સલાહ

0
940

 

IANS

જાણીતા વકીલ રામ જેઠમલાનીએ જણાવ્યું હતું કે, ભાજપ અને કોંગ્રેસ – બન્ને રાજકીય પક્ષો વિદેશોમાં જમા કરવામાં આવેલા કાળા નાણાને ભારતમાં પરત લાવવા માટે ગંભીર નથી.  આ બન્ને રાજકીય પક્ષો જણીબૂઝીને આ મામલામાં ઉદાસીનતા દાખવી રહ્યા છે. 95 વર્ષના આ બાહોશ વયોવૃધ્ધ વકીલે નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભાજપ સરકારને હાંકી કાઢવા માટે મમતા બેનરજીના નેતૃત્વ હેઠળ ત્રીજો મોરચો રચવાની હિમાયત કરી હતી. ઈંદોરમાં 19મી માર્ચે   પત્રકાર પરિષદને સંબોધતાં તેમણે કહ્યું હતું કે, ભાજપ અને કોંગ્રેસે લોકોનો વિશ્વાસઘાત કર્યો છે. 2019ની લોકસભાની આગામી ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીની આગેવાની હેઠળ ત્રીજા મોરચાની રચના કરવી જોઈએ. તેમમે મમતા બેનર્જીની મુકતકંઠે પ્રશંસા કરી હતી.  રામ જેઠમલાનીએ કહ્યું હતું કે, મનતા બેનર્જી નિપુણ છે, દેશના વડાપ્રધાન બનવાની કાબેલિયત ધરાવે છે. વળી તેઓ અટલબિહારી વાજપેયીના કેન્દ્રીય પ્રધાનમંડળમાં કામગીરી બજાવી ચુક્યા છે. રામજેઠમલાનીએ કેન્દ્રની મોદી સરકારની કામગીરી પર આકરા પ્રહારો કર્યા હતા.