જાગૃતિ મહિલા સમાજ આણંદ દ્વારા મુખ્યમંત્રી રાહતનિધિમાં દાન

 

આણંદઃ જાગૃતિ મહિલા સમાજ, આણંદ દ્વારા કોરોનાને કારણે રાજ્યમાં સર્જાયેલ વિષમ પરિસ્થિતિમાં જરૂરિયાતમંદોને સહાયભૂત થવાને માટે ૬૩,૨૭૮નો ચેક આણંદના સાંસદ મિતેષભાઈ પટેલને મુખ્યમંત્રી રાહતનિધિમાં જાગૃતિ મહિલા સમાજનાં આદ્ય સ્થાપક કુસુમબહેન પટેલ, મંત્રી સ્મિતાબહેન પંડ્યા, સક્રિય સદસ્ય પુષ્પાબહેન પટેલ તથા વર્ષાબહેન દવેએ અર્પણ કર્યો હતો.

સાંસદ મિતેષભાઈ પટેલે સમાજની બહેનોએ ટીપે ટીપે સરોવર ભરાય તેમ સ્વયં ફાળો એકત્રિત કરી મુખ્યમંત્રી રાહત ફંડમાં આ માતબર રકમ અર્પણ કરી છે તે બદલ સંસ્થાને તથા ફાળો આપનાર સંસ્થાની બહેનોને ધન્યવાદ પાઠવ્યા હતા. આ સંસ્થાને જ્યારે મારી જરૂર હશે ત્યારે શક્ય હશે તે સહાય કરવાની હૈયાધારણ આપી હતી. મંત્રી સ્મિતાબહેન પંડ્યાએ ફાળો આપનાર સૌ કોઈનો અંતઃકરણથી આભાર માન્યો હતો.