જસ્ટિસ જોસેફ કુરિયનને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનાવો – કોલેજિયમમાં સહુની સહમતિઃ પુનઃ તેમનું નામ ફેર વિચારણા માટે કેન્દ્રસરકારને મોકલવામાં આવશે…

0
868

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ નામદાર દીપક મિશ્રાની અધ્યક્ષતામાં સુપ્રીમ કોર્ટ કોલેજિયમની  મહત્વની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં અન્ય સભ્યો જસ્ટિસ જે. ચેલમેશ્વર, જસ્ટિસ રંજન ગોગી, જસ્ટિસ મદન બી. લોકુર અને જસ્ટિસ જોસેફ કુરિયને હાજરી આપી હતી. કોલેજિયમમાં જસ્ટિસ જોસેફના નામને ફરી વાર કેન્દ્ર સરકારને મોકલવા બાબત સહમતિ સધાઈ હતી. હવે ઉત્તરા ખંડ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે ફરજ બજાવતા જસ્ટિસ જોસેફ કુરિયનની સુપ્રીમ કોર્ટમાં વરણી થવાની સંભાવના વધુ મજબૂત બની છે. સુપ્રીમ કોર્ટમાં જજની નિયુક્તિ કરવા બાબત હાલની કાનૂની વ્યવસ્થાના નિયમો અનુસાર, કેન્દ્ર સરકાર કોઈ પણ જજના નામને પુનવિચારણા કરવા માટે પરત સુપ્રીમ કોર્ટને મોકલી શકે છે, પણ જયારે કોલેજિયમ દ્વારા ફરી બીજીવાર એ જ જજના નામની ભલામણ સરકારને કરવામાં આવે ત્યારે એવી પરિસ્થિતિ માં એનો સ્વીકાર કરવા સિવાયનો બીજો કોઈ પણ  વિકલ્પ સરકાર પાસે હોતો નથી.