જવાનોનું બલિદાન વ્યર્થ નહિ જાય, તેનો મુંહતોડ જવાબ આપીશુંઃ નરેન્દ્ર મોદી

 

નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે ઘણા દિવસથી લદ્દાખ બોર્ડર પરનો તણાવ હવે તેની ચરમસીમાએ પહોંચી ગયો છે. ભારતીય સેનાએ તેમના એક નિવેદનમાં જાણકારી આપી હતી કે, ગલવાન ખાડી પાસે ચીન સૈનિકો સાથેના સંઘર્ષમાં ભારતના ૨૦ જવાનો શહીદ થયા છે. તેમાં એક કમાન્ડર ઓફિસર પણ સામેલ છે. આ સંઘર્ષમાં ચીનને પણ ઘણું નુકસાન થયું છે. બંને દેશોની વચ્ચે તણાવ વધી ગયો છે અને કૂટનીતિના સ્તર પર ઉકેલવાનો પ્રયત્ન ચાલુ છે. આ મામલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સર્વદળીય બેઠક ૧૯મી જૂને સાંજે પાંચ વાગે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી દરેક પક્ષ પ્રમુખ આ બેઠકમાં જોડાશે. અત્રે જણાવવાનું કે આ અગાઉ રક્ષામંત્રી રાજનાથ સિંહનું પણ નિવેદન સામે આવ્યું છે. 

નરેન્દ્ર મોદીએ બુધવારના ચીન બોર્ડર પર શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને તેમણે કહ્યું કે, હું દેશને વિશ્વાસ અપાવું છું કે, જવાનોનું બલિદાન વ્યર્થ નહિ જાય. આપણા સૈનિકો મારતા મારતા શહીદ થયા છે. મુખ્યમંત્રીઓની સાથે બેઠકમાં શહીદ જવાનો માટે બે મિનિટનું મૌન પણ રાખવામાં આવ્યું હતું.

સેનાના સુત્રોનું માનીએ તો ભારત અને ચીન વચ્ચે મેજર જનરલ લેવલની વાત શરૂ થઈ ગઈ છે. ગલવાન ખાડીમાં જ બંને દેશોની વચ્ચે વાતચીત થઈ રહી છે. જેથી તાજેતરના તણાવભરી સ્થિતિને શાંત કરવામાં આવે. ૨૦ જવાનો શહીદ થયા બાદ વિરોધ પક્ષો સરકારની રણનીતિ પર સવાલ ઉઠાવી રહ્યાં છે. જો કે તમામ પક્ષોએ એકસૂરમાં ચીનની આ નાપાક હરકતની ટીકા કરી છે. બુધવારે સવારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને વડા પ્રધાન મોદીને આ મુદ્દે સ્થિતિ સ્પષ્ટ કરવા જણાવ્યું હતું. 

વધતા તણાવ વચ્ચે હિમાચલના કિન્નોર અને લાહૌલ સ્પીતિ, ઉત્તરાખંડના ચમોલી અને પિથોરાગઢ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશમાં સેનાને પૂરી રીતે તૈયાર રહેવાનું કહેવામાં આવ્યું છે. ઉત્તરી, પશ્ચિમી અને પૂર્વ ભારતના દરેક એરબેઝને દરેક ઈમરજન્સી સ્થિતિ માટે તૈયાર કરાયા છે. આ ઉપરાંત નેવીના જહાજ પણ તૈયાર રખાયા છે. તથા સમુદ્રમાં પેટ્રોલિંગ વધારી દેવાયું છે. આ અગાઉ સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ ગલવાન ખીણમાં ૧૫-૧૬ જૂન રાતે થયેલી હિંસક ઝડપમાં સૈનિકો નદીમાં કે ખીણમાં પડવાથી શહીદ થયા. ચીની સૈનિકો ખિલ્લાવાળા ડંડા, કાંટાળા તાર લપેટેલા લોખંડના સળિયા અને પૂરેપૂરી તૈયારી કરીને આવ્યાં હતાં