જળ જીવન મિશન હેઠળ સાત કરોડ પરિવારોને પાણીની સુવીધા: પ્રધાનમંત્રી

 

ગોવા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગોવામાં આયોજિત ‘હર ઘર જલ’ ઉત્સવને સંબોધિત કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘માત્ર ત્રણ વર્ષમાં જલ જીવન મિશન’ હેઠળ સાત કરોડ ગ્રામીણ પરિવારોને પાઈપથી પાણીની સુવિધાથી જોડવામાં આવ્યા છે. આ કોઈ સામાન્ય સિદ્ધિ નથી. આઝાદીના ૭ દાયકામાં, દેશના માત્ર ૩૦ મિલિયન ગ્રામીણ પરિવારો પાસે પાઇપ દ્વારા પાણીની સુવિધા અપાઇ હતી.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, ‘આજે ગોવા દેશનું પહેલું રાજ્ય બની ગયું છે, જે દરેક ઘરમાં પાણી પ્રમાણિત કરવામાં આવ્યું છે.’ દાદરા નગર હવેલી અને દમણ અને દીવ પણ હર ઘર જલ પ્રમાણિત કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયા છે. હું ગોવાના લોકોને, મુખ્યમંત્રીને, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને મારી શુભકામનાઓ પાઠવું છું. પ્રધાનમંત્રી મોદીએ આ ખાસ અવસર પર લોકોને શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની શુભકામનાઓ પાઠવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘શ્રી કૃષ્ણ જન્માષ્ટમી દેશભરમાં ઉજવાય છે. વિશ્ર્વભરમાં ફેલાયેલા ભગવાન શ્રી કૃષ્ણના ભક્તોને તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, ‘દેશની ત્રીજી ઉપલબ્ધિ સ્વચ્છ ભારત અભિયાનની છે. થોડા વર્ષો પહેલા તમામ દેશવાસીઓના પ્રયાસોથી દેશને ખુલ્લામાં શૌચ મુક્ત જાહેર કરવામાં આવ્યો હતો. આ પછી અમે પ્રતિજ્ઞા લીધી કે ગામડાઓને બ્ઝ઼જ્ પ્લસ બનાવવામાં આવશે. દેશે આ સંદર્ભમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું. દેશના એક લાખથી વધુ ગામડાઓ બ્ઝ઼જ્ પ્લસ બની ગયા છે. વડાપ્રધાને કહ્યું કે, આજે હું દેશની ત્રણ મોટી ઉપલબ્ધિઓ તમામ દેશવાસીઓ સાથે શેર કરવા માંગુ છું. ભારતની આ સિદ્ધિઓ વિશે જાણીને દરેક દેશવાસીને ગર્વ થશે. આજે, અમે અમૃતકાલમાં ભારત જે વિશાળ લક્ષ્યો પર કામ કરી રહ્યાં છે તેનાથી સંબંધિત ત્રણ મહત્વપૂર્ણ સીમાચિહ્નો પાર કર્યા છે. આજે દેશના ૧૦ કરોડ ગ્રામીણ પરિવારો પાઇપ દ્વારા સ્વચ્છ પાણીની સુવિધા સાથે જોડાયેલા છે. સરકારના ઘરે ઘરે પાણી પહોંચાડવાના અભિયાનની આ મોટી સફળતા છે. આ પણ દરેકના પ્રયાસનું એક ઉત્તમ ઉદાહરણ છે.