જર્સી તેલુગુ ફિલ્મને શ્રેષ્ઠ તેલુગુ ફિલ્મનો પુરસ્કાર મળ્યો : શાહિદ કપુરે અભિનંદન આપ્યા….

 

      67મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની ઘોષણા કરવામાં આવી છે. જર્સી નામની તેલુગુ ફિલ્મને શ્રેષ્ઠ ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.આ ફિલ્મને બેસ્ટ એડિટિંગનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો. હવે આ જર્સી ફિલ્મ ટૂંક સમયમાં હિન્દીમાં રજૂ થવાની છે. જેમાં હીરોની ભૂમિકા શાહિદ કપુરે ભજવી છે. શાહિદે જર્સી તેલુગુ ફિલ્મની આખી ટીમને અભિનંદન આપ્યા હતા. શાહિદ કપુરે અગાઉ પણ સાઉથની ફિલ્મ પરથી બનેલી રિમેક કબીર સિંહમાં હીરોની ભૂમિકા ભજવી હતી.  કબીર સિંહ ટિકિટબારી પર ખૂબ સફળ થઈ હતી. ફિલ્મની આવકે નવા વિક્રમો સર્જયા હતા.