‘જય રણછોડ’ના નાદ સાથે યાત્રાધામ ડાકોરમાં રંગોત્સવની ઉજવણી

 

અમદાવાદઃ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં હોળી તથા ધૂળેટી પર્વની હર્ષોલ્લાસપૂર્વક ઉવજણી કરવામાં આવી હતી. યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિરમાં હોળી પૂનમે લાખોની સંખ્યામાં ભાવિકજ ઉમટી પડ્યાં હતા. ‘જય રણછોડ’ના નાદ સાથે રણછોડરાયજીના દર્શન કરીને ધન્યતા અનુભવ્યા હતા. દિવસભર રંગોની છોળો વચ્ચે ભગવાન સોના-ચાંદીની પિચકારીથી ભકતો સાથે હોળી રમ્યા હતા.

ડાકોરના રણછોડરાયજીના દર્શન કરવા અમદાવાદ સહિત ગુજરાતભરમાંથી ભાવિકજનો પદયાત્રા કરીને ડાકોરમાં આવી પહોંચ્યા હતા. ડાકોરના રસ્તાઓ, ગોમતી ઘાટે અને મંદિરની બહાર સૌઍ ભજનોની રમઝટ બોલાવી હતી. સૌ કોઇ વહેલી સવારે મંગળા આરતીના દર્શનની પ્રતિક્ષામાં હતા. સવારે ચાર કલાકે મંદિરના દ્વાર ખૂલતાં જ ભગવાન રણછોડજીની મંગળા આરતી થઇ હતી. હોળી પૂનમના મુખ્ય દર્શન માનવામાં આવે છે. રાજા રણછોડજીના દર્શન કરીને અનેક ભાવિકજનોઍ પોતાની માનતા પૂર્ણ કરી હતી. 

ડાકોરમાં આ વર્ષે દર્શનાર્થીઓનો ધસારો વધુ હોવાથી મંદિર પ્રશાસન દ્વારા દર્શનના સમયમાં વધારો કરાયો હતો. ડાકોરમાં ફાગણી પૂનમે વહેલી સવારે રાજા રણછોડરાયજીની મંગળા આરતી પ્રસંગે વર્ષોથી ચાલી આવતી પરંપરાનુસાર જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા મંદિરમાં પૂજા વિધિ અને ધ્વજા ચઢાવવામાં આવી હતી. આ પ્રસંગે રેન્જ આઇજી વી. ચંદ્રશેખર, કલેકટર કે. ઍલ. બચાણી, પોલીસ અધિક્ષક વી. આર. બાજપેયી, ડીડીઓ પી. આર. રાણા, અધિક નિવાસી કલેકટર બી. ઍસ. પટેલ, પ્રાંત અધિકારી સિદ્વિ શુકલ, મામલતદાર સહિત અધિકારી, મંદિરના સેવકગણ ઉપસ્થિત રહ્ના હતા.

સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલમાં ફાગણી પૂનમે હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં રંગોત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઉજવ્યો હતો. વડતાલ મંદિરના હરી મંડપ પાછળ આવેલ વિશાળ પટાંગણમાં ૨૦૭મો ભવ્ય રંગોત્સવ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ તથા ચેરમેન દેવ પ્રકાશ સ્વામી, કોઠારી ડોક્ટર સંત સ્વામી, સત્સંગ મહાસભાના પ્રમુખ શા. નૌતમપ્રકાશદાસજી તથા બાપુ સ્વામી, વિષ્ણુ સ્વામીની ઉપસ્થિતિમાં રંગોત્સવ ઉજવાયો હતો.

મંગળા આરતી બાદ નીજ મંદિરમાં બિરાજમાન દેવોને ખજૂર ધણી ચણા અને ખાંડના હારડાનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. સુરત રામપુરા મંદિરના કોઠારી પી. પી. સ્વામી રંગોત્સવની કથાનું રસપાન કરાવ્યું હતું. રંગોત્સવમાં આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે સૌ હરી ભક્તોને રંગભીના આશીર્વાદ પાઠવ્યા હતાં. પૂ. મહારાજ તથા સંતો દ્વારા આકાશમાં રંગબેરંગી ફુગ્ગા ઉડાડી રંગોત્સવનો પ્રારંભ કર્યો હતો. સંતોઍ હરિભક્તો પર મોટી પિચકારીઓ વડે કેસુડાના જળથી ભક્તોને ભીજવ્યા હતાં. સતત ત્રણ કલાક સુધી રંગબેરંગી પાણીની છોળો અને ૩૦૦૦ કિલો અબીલ ગુલાલ અને ૨ હજાર કિલો પાંદડીઓના ૨૫૦થી વધુ બ્લાસ્ટ કરી ઉડાવવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here