મેષ (અ.લ.ઇ.)
આપની મનની ઇચ્છાઅો સાકાર થતી જણાય. પ્રગતિની તક આવી મળે, ઉત્સાહ વધશે. અલબત્ત, તકનો ઉપયોગ અવશ્ય કરી લેશો. આર્થિક રીતે સમય ખર્ચાળ જણાય છે. આવક સામે મોટી જાવક રહેશે તેથી હાથ ભીડમાં રહેશે. ખોટા ખર્ચાઅો પર કાપ મૂકવો જરૂરી છે. સંપત્તિ વાહનની સમસ્યા મૂંઝવશે. પ્રવાસ ટાળવો. તા. ૧, ૨, ૩ સફળ દિવસો ગણાય. તા. ૪, ૫ ખર્ચ વધશે. તા. ૬ સામાન્ય દિવસ પસાર થાય. તા. ૭ મિશ્ર દિવસ ગણાય.
વૃષભ (બ.વ.ઉ)
આ સમય ઉત્સાહજનક નીવડશે. કોઈ સાનુકૂળ વિકાસની તકો તથા કાર્યસફળતાને કારણે ઍકંદરે માનસિક સુખ અનુભવી શકશો. આર્થિક પરિસ્થિતિ વિકટ અને મૂંઝવણભરી રહેવા છતાંય તમે કોઈ ઉકેલ મેળવીને કામ સાધી શકશો. આંચ આવશે નહિ. આવકવૃદ્ધિનો માર્ગ મળી આવશે. ઉન્ïનતિની તકો ઊભી થશે. તા. ૧, ૨, ૩ મંગલમય દિવસો ગણાય. તા. ૪, ૫ કાર્ય સફળ થાય. તા. ૬, ૭ આવક વધવા પામશે.
મિથુન (ક.થ.ધ)
આપની સ્વસ્થતા જાળવવી મુશ્કેલ બનશે. મોટી ચિંતાઅો તથા કાલ્પનિક ભયનો અનુભવ થાય. નાણાકીય દૃષ્ટિઍ આ સમય ખર્ચાળ યા વ્યયકારક જણાશે. નુકસાનીના પ્રસંગોથી સાવધ રહેવું. ઍકાદ બે લાભના પ્રસંગો સાથે વ્યય વધશે. નોકરિયાત વર્ગને ધાયુ* થાય નહિ. નિરાશા રહેશે. ધંધાકીય યોજનાઅો તથા કામગીરીમાં નજીવાં કારણોસર ઢીલ થશે. તા. ૧, ૨, ૩ દરેક રીતે સંભાળવું. તા. ૪, ૫ લાભ થાય. તા. ૬, ૭ ઉતાવળો કોઈ નિર્ણય કરવો નહિ.
કકૅ (ડ.હ)
આ સમયના શુભ ગ્રહોની અસરના કારણે આપના અગત્યના પ્રશ્નો યા વણઊકલી બાબતો હશે તો તેનો સાનુકૂળ ઉકેલ આવતો જણાશે. નિરાશ થવાની જરૂર નથી. પ્રગતિકારક મહિનો છે. તેથી વિકાસ જાવા મળશે. સાહસમાં સફળતા મળશે. મિત્રોથી લાભ થાય તથા સંબંધો કામ લાગશે. પ્રવાસ – પર્યટન સફળ બને તેમ છે. નોકરીમાં બદલી શક્ય છે. તા. ૧, ૨, ૩ આનંદમય દિવસો ગણાય. તા. ૪, ૫ પ્રગતિકારક રચના થાય. તા. ૬, ૭ નોકરીમાં સાચવવું.
સિંહ (મ.ટ)
આ સમયમાં માનસિક રીતે અસ્વસ્થતા યા અશાંતિનો અનુભવ થાય. ધાયુ* કાર્ય ન થતાં અજંપો વધે, પણ ઉતાવળા થવાથી કામ સરશે નહિ. આર્થિક રીતે કોઈ સાનુકૂળ રસ્તો ઊભો થતાં આપની મુશ્કેલી પાર કરી શકશો. આપના પ્રયત્ïનો ફળશે. ઉઘરાણીથી આવક વધશે. નોકરિયાત વર્ગને સફળતા મળશે. વિરોધીઅો ફાવે તેમ નથી. તા. ૧, ૨, ૩ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૪, ૫ આપના પ્રયત્ïનો ફળશે. તા. ૬, ૭ શુભ દિવસો.
કન્યા (પ.ઠ.ણ)
આ સમયમાં માનસિક અશાંતિ તથા અજંપો વધશે. નિરાશાને દૂર કરજા. આર્થિક પ્રતિકૂળતાઅોમાંથી બહાર નીકળવાનો માર્ગ મળશે. અણધારી મદદ પણ ઊભી કરી શકશો. ઉઘરાણીના કાર્યમાં સફળતા મળશે. ધંધાકીય મુશ્કેલીઅો જણાશે તથા આપની ધારેલી યોજનાઅોમાં પ્રગતિકારક રચના થઈ શકશે. નોકરિયાત વર્ગ માટે સમય સાનુકૂળ જણાતો નથી. તા. ૧, ૨, ૩ દરેક રીતે સંભાળવું. તા. ૪, ૫ લાભ થાય. તા. ૬, ૭ નોકરીમાં સાચવવું.
તુલા (ર.ત)
આ સમયમાં આપની માનસિક ચિંતા યા અશાંતિનો ઉકેલ મળે તેવા સંજાગોનું નિર્માણ થશે. સામાજિક તથા કૌટુંબિક બાબતો અંગે સાનુકૂળતા રહેશે. આર્થિક દૃષ્ટિઍ સંજાગો મિશ્ર જણાય છે. આવક કરતાં ખર્ચનું પ્રમાણ વધવાની સંભાવના પણ ખરી જ. અણધાર્યા ખર્ચના પ્રસંગો ઊભા થશે. તે સિવાય મકાન, જમીનને લગતી સમસ્યા હશે તો તે દૂર થઈ શકશે. તા. ૧, ૨, ૩ આનંદમય દિવસો ગણાય. તા. ૪, ૫ ખર્ચ પર અંકુશ રાખવો. તા. ૬, ૭ કાર્યસફળતા યોગ થાય છે.
વૃશ્વિક (ન.ય)
આ સમયના પ્રવર્તમાન ગ્રહયોગો આપની પ્રગતિ અને સફળતાસૂચક જણાય છે. માનસિક ચિંતાઅોમાં વાદળો વિખેરાતાં લાગે. આર્થિક દૃષ્ટિઍ પણ આ સમય સાનુકૂળ બનશે. ઉઘરાણી તથા અન્ય લેણાં પ્રાપ્ïત થાય. કોઈની સહાય મેળવી શકશો. ખર્ચને પહોîચી વળશો. નોકરિયાત વર્ગને હજી ધાયુ* થાય નહિ. પરિસ્થિતિ યથાવત્ રહેશે. તા. ૧, ૨, ૩ સફળ દિવસો ગણાય. તા. ૪, ૫ લાભ થાય. તા. ૬, ૭ દરેક રીતે સંભાળવું.
ધન (ભ.ધ.ફ.ટ)
આ સમયગાળામાં આપની માનસિક સ્વસ્થતા ટકાવવી કઠીન લાગશે. કોઈને કોઈ ચિંતા આપના મનનો બોજ વધારશે. તે સિવાય નાણાકીય પ્રશ્નો સપ્ïતાહના અંત સુધીમાં પતી જશે. નોકરિયાત વર્ગ માટે પરિવર્તન યા સ્થળાંતરનો યોગ આવશે. હિતશત્રુઅો ફાવે તેમ નથી. મિલન, મુલાકાત, પ્રવાસ શક્ય બનશે. તા. ૧, ૨, ૩ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૪, ૫ ચિંતાજનક દિવસો ગણાય. તા. ૬, ૭ સફળ દિવસો પસાર થાય.
મકર (ખ.જ)
આ સમય દરમિયાન ગૃહજીવનની સમસ્યાઅો ઉકેલી શકશો. જીવનસાથીથી વિયોગ થયો હશે તો મિલન થતાં માનસિક રાહતનો અનુભવ થશે. આર્થિક દૃષ્ટિઍ અનુકૂળતા ઊભી થશે. નાણાકીય ચિંતાઅોનો ઉકેલ મળશે. જમીન, મકાનને લગતા પ્રશ્નો હશે તો તેમાં સફળતા મળવાની સંભાવના ખરી જ. નોકરિયાત વર્ગ માટે બદલીનો યોગ જણાય છે. દામ્પત્ય સુખ વધશે. તા. ૧, ૨, ૩ ધાયુ* કામ થઈ શકશે. તા. ૪, ૫ લાભ થાય. તા. ૬, ૭ નોકરિયાત વર્ગે સાચવવું.
કુંભ (ગ.શ.સ.ષ)
આ સમયગાળો આપના માટે મહત્ત્વના સંકેતો લાવનાર છે. આપની યોજનાઅો સાકાર થતાં વિશેષ આનંદની અનુભૂતિ થઈ શકશે. નોકરિયાત વર્ગને બદલીનો પ્રશ્ન મૂંઝવે તેમ જણાય છે. ધંધાકીય વિકાસ જણાશે. ખર્ચનું પ્રમાણ વધવાની શક્યતાઅો પણ ખરી જ જેની જાગવાઈ પણ થઈ જશે. ગૃહસ્થજીવનમાં લાગણી અને સમજણથી કામ કરવું પડશે. તા. ૧, ૨, ૩ આનંદમય દિવસો. તા. ૪, ૫ મુંઝવણ વધે. તા. ૬, ૭ દરેક રીતે સંભાળવું.
મીન (દ.ચ.ઝ.થ)
નોકરી ધંધા તેમ જ મિલકત–મકાનને લગતા પ્રશ્નો અંગે આ સમય અનેક રીતે શુભ તેમ જ મહત્ત્વનો પુરવાર થશે. આપના ઉચ્ચ કક્ષાના સંબંધો લાભદાયી બનશે. યશ–પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય તેવા યોગો છે. નવાં કાર્યોને હાથ ધરીને તેને આગળ ધપાવી શકશો. માનસિક શાંતિ વધશે. ઍકંદરે આ સમય આપના ઉત્કર્ષ અને વિકાસ માટે મહત્ત્વનો છે. તા. ૧, ૨, ૩ આનંદમય દિવસો પસાર થાય. તા. ૪, ૫ શુભ સમાચાર મળે. તા. ૬, ૭ ઍકંદરે શુભ દિવસો ગણાય.