જયોતિષ

 

 

મેષ (અ.લ.ઇ.)

 

નોકરીમાં કામની કદર થાય અને આવકવૃદ્ધિ થાય. વેપાર-ધંધામાં નવીન કાર્યરચના અમલમાં મુકાય. શેરસટ્ટામાં અતિરેક ટાળવો અને યોગ્ય આયોજન કરવું. સ્થાવર મિલકતનાં ખરીદ-વેચાણના પ્રશ્નો સહેલાઈથી ઊકલે. તબિયતમાં સુધારો થાય. વાદવિવાદ ટાળવો. તા. ૧૨ ભેટસોગાદ મળે. મિત્રો સાથે મોજમજામાં પસાર થાય. તા. ૧૩ અને ૧૪ માનસિક ચંચળતા. કૌટુંબિક અસંતોષ. ભોજનમાં અરુચિ. તા. ૧૫થી ૧૭ શત્રુવિજય તા. ૧૮ સ્વજનોથી વાદવિવાદ. અનિદ્રા.

 

વૃષભ (બ.વ.ઉ)

અવિવાહિતના વિવાહ થાય. નોકરીમાં આવકવૃદ્ધિ થાય. ભાઈઓનો સાથસહકાર વધે. કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલાઓને આવકવૃદ્ધિ થાય. આત્મવિશ્વાસમાં વધારો થાય. નાણાં ઉછીનાં આપવાનું ટાળવું. શત્રુઓ સાથેનું સમાધાન સુખદ નીવડે. તા. ૧૨ માનસિક ચિંતા. ખર્ચાળ. તા. ૧૩ અને ૧૪ સ્વજનો સાથે મિલનમુલાકાત. તા. ૧૫થી ૧૭ શત્રુથી તકલીફ. તા. ૧૮ માનસિક તનાવ.

 

મિથુન (ક.થ.ધ)

માનસિક તનાવના લીધે મન આધ્યાત્મિકતા તરફ ઢળશે. સામાજિક કાર્યકરને જનતાથી માનસન્માન મળે. વેપાર-ધંધામાં નાણાંપ્રવાહ ખોરવાઇ નહિ તે માટે પૂરતી કાળજી રાખશો. સંતાનની અભ્યાસમાં પ્રગતિ ન રૂંધાય તે માટે કાળજી જરૂરી. તા. ૧૨ મિત્રોની મદદથી મુશ્કેલી હલ થાય. સલવાયેલાં નાણાં મળે. તા. ૧૩ અને ૧૪ ખર્ચાળ દિવસો. માનસિક તનાવ. વાદવિવાદ ટાળવો. તા. ૧૫થી ૧૭ ભેટસોગાદ મળે. તા. ૧૮ નાણાવ્યવહારમાં સાચવવું.

 

કકૅ (ડ.હ)

કુટુંબમાં માંગલિક પ્રસંગનું આયોજન થાય. માનસિક ચંચળતા રહે. નોકરીમાં લાભ થાય. સ્થાવર મિલકતનાં ખરીદી-વેચાણના પ્રશ્નો ઊકલે. વેપાર-ધંધામાં ભાગીદારોના સહકારથી પ્રશ્ન ઉકેલાશે. તા. ૧૨ લાભકારક દિવસ. શુભ સમાચાર મળે. તા. ૧૩ અને ૧૪ મિત્રોની મદદથી મુશ્કેલી હલ થશે. તબિયતમાં સુધારાથી મન પ્રફુલ્લિત રહે. સંતાનની તબિયત અંગે ચિંતા રહે. તા. ૧૫થી ૧૭ માનસિક તનાવ. ખર્ચાળ. મિત્રોની મદદથી સમસ્યા હલ કરી શકશો. શુભ સમાચાર મળે.

સિંહ (મ.ટ)

સપ્તાહ દરમિયાન શત્રુઓ સાથેનું સમાધાન સુખદ નીવડે. કોર્ટકચેરીમાં ચુકાદો તરફેણમાં આવે. શેરસટ્ટામાં કોઈ પણ પ્રકારનો અતિરેક ટાળશો તો લાભમાં રહેશો. વારસાના પ્રશ્ને વાદવિવાદ થાય તેમ હોવાથી વાણી પર સંયમ જાળવવો હિતાવહ છે. માનસિક ચિંતા રહે. વિદ્યાર્થીને અભ્યાસમાં વધુ મહેનત કરવી પડે. તા. ૧૨ યાત્રા-પ્રવાસ સુખદ નીવડે. તા. ૧૩ અને ૧૪ નોકરીમાં લાભ થાય. તા. ૧૫થી ૧૭ તબિયત સાચવવી. તા. ૧૮ ખર્ચાળ. 

 

કન્યા (પ.ઠ.ણ)

સંતાનની પ્રગતિથી પ્રસન્નતા જણાય. માંગલિક પ્રસંગે હાજરી આપવાની થાય. શત્રુઓ સાથેનું સમાધાન સુખદ નીવડે. નોકરીમાં ફેરફાર ટાળવો. તા. ૧૨ અશુભ દિવસો. માનસિક તનાવ. અશુભ સમાચાર મળે. તા. ૧૩ અને ૧૪ વાદવિવાદ ટાળવો હિતાવહ છે. સંતાન અંગે ચિંતા રહે. તા. ૧૫થી ૧૭ નોકરીમાં શુભ સમાચાર મળે. માનસિક પ્રસન્નતા. તા. ૧૮ મિત્રોની મદદથી મુશ્કેલી હલ થાય. લાંબા સમયથી સલવાયેલાં નાણાં છૂટાં થાય.

 

તુલા (ર.ત) 

માનસિક ચંચળતા રહે. વિદ્યાર્થીને અભ્યાસમાં અણધારી સફળતા મળે. સલવાયેલાં નાણાં છૂટાં થાય. નોકરીમાં ફેરફાર સુખદ નીવડે. વેપાર-ધંધામાં ભાગીદારોની મદદથી પ્રશ્નો ઉકેલાય અને આવકવૃદ્ધિ થાય. તા. ૧૨ વેપાર-ધંધામાં ભાગીદારો મદદરૂપ થાય. તા. ૧૩ અને ૧૪ અશુભ દિવસો. તબિયતની ઉપેક્ષા કરવાનું વલણ ટાળવું હિતાવહ છે. વિવાદાસ્પદ બાબતોમાં કાળજી રાખવી. અશુભ સમાચાર મળે. તા. ૧૫થી ૧૭ મન આધ્યાત્મિકતા તરફ ઢળે. તા. ૧૮ માંગલિક પ્રસંગોમાં હાજરી સુખદ નીવડે.

 

વૃશ્વિક (ન.ય)

સ્થાવર મિલકતનાં ખરીદ-વેચાણના પ્રશ્નો સરળતાથી પતે. શત્રુઓ નમતા આવે અને સમાધાન તરફેણમાં થાય. કોર્ટકચેરીમાં ચુકાદો તરફેણમાં આવે. સગાંસંબંધી સાથે વિવાદ ટાળવો. વાણી પર સંયમ જાળવવો. તા. ૧૨ શત્રુઓ નમતા આવે. કોર્ટકચેરીમાં સુખદ ખબર મળે. તા. ૧૩ અને ૧૪ જીવનસાથીની મદદથી મુશ્કેલી હલ કરી શકશો. તા. ૧૫થી ૧૭ અશુભ દિવસો. માનસિક તનાવ. વાદવિવાદ ટાળવો. તા. ૧૮ વિદ્યાર્થીઓને માનસિક ભારણ રહે. ખર્ચાળ.

 

ધન (ભ.ધ.ફ.ટ)

વાદવિવાદ ટાળવો હિતાવહ છે. લાંબા યાત્રા- પ્રવાસ સુખદ નીવડે. વેપાર-ધંધામાં નવીન કાર્યરચનાનો અમલ થાય અને આવકવૃદ્ધિ થાય. નોકરીમાં ફેરફાર સુખદ નીવડે. વિદ્યાર્થીને અભ્યાસમાં વધુ મહેનત કરવી પડશે. તા. ૧૨ સંતાનની તબિયત અંગે ચિંતા રહે. શેરસટ્ટામાં કાળજી રાખવી. તા. ૧૩ અને ૧૪ શત્રુઓ સામે સમાધાન થાય. તા. ૧૫થી ૧૭ વેપાર-ધંધામાં ભાગીદારો મદદરૂપ થાય. આવકવૃદ્ધિ થાય. તા. ૧૮ તબિયત નરમગરમ રહે.

 

મકર (ખ.જ)

શત્રુઓ સાથેનું સમાધાન સુખદ નીવડે. કોર્ટકચેરીમાં ચુકાદો તરફેણમાં આવે. મિત્રોની મદદથી મુશ્કેલી હલ કરી શકશો. નોકરીમાં આવકવૃદ્ધિ થાય. મિલકતના પ્રશ્નો ગૂંચવાય. વેપાર-ધંધામાં ભાગીદારોનો સહકાર વધે. લાંબા સમયથી સલવાયેલાં નાણાં છૂટાં થાય. તા. ૧૨ કૌટુંબિક વાદવિવાદ. અનિદ્રા. તા. ૧૩ અને ૧૪ ટૂંકા યાત્રા-પ્રવાસમાં તકલીફ. માનસિક ચંચળતા. તા. ૧૫થી ૧૭ શત્રુઓ સાથે સમાધાન થાય. સલવાયેલાં નાણાં મળે. તા. ૧૮ યાત્રા-પ્રવાસ લાભકારક પુરવાર થાય.

 

કુંભ (ગ.શ.સ.ષ)

આવકવૃદ્ધિ થાય. વિદ્યાર્થીને અભ્યાસમાં મહેનતનું વળતર મળતું જણાય. નોકરીમાં યથાવત્ પરિસ્થિતિ જાળવવી. વેપાર-ધંધામાં ભાગીદારો સાથે વાદવિવાદ ટાળવો. વારસાના પ્રશ્નો સરળતાથી હલ થશે. તા. ૧૨ મિત્રોની મદદથી મુશ્કેલી હલ થાય. માનસિક  હળવાશ અનુભવશો. શત્રુ વિજય. તા. ૧૩ અને ૧૪ કૌટુંબિક વાદવિવાદ. અનિદ્રા. ભોજનમાં અરુચિ. તા. ૧૫થી ૧૭ માનસિક તનાવ. નાણાવ્યવહારમાં કાળજી રાખવી. તા. ૧૮ માનસિક ચંચળતા. ખર્ચાળ.

 

મીન (દ.ચ.ઝ.થ)

મન આધ્યાત્મિકતા તરફ ઢળે. કોર્ટકચેરીમાં જવાનું ટાળવું જરૂરી છે. ઘરબેઠાં શત્રુઓ સાથે સમાધાનકારી વલણ લાભકારક. મિત્રોની મદદથી મુશ્કેલી હલ થશે. વેપાર-ધંધામાં નવીન કાર્યરચનાનો અમલ થાય. આવક કરતાં ખર્ચ વધે બચત વપરાય. તા. ૧૨ માનસિક અસંતોષ. કૌટુંબિક વાદવિવાદ ટાળવો. તા. ૆૧૩ અને ૧૪ માનસિક પ્રસન્નતા. શુભ સમાચાર મળે. તા. ૧૫થી ૧૭ અનિદ્રા. પાણીથી સાચવવું. તા. ૧૮ કાલ્પનિક ચિંતાથી માનસિક તનાવ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here