જયોતિષ

 

 

મેષ (અ.લ.ઇ.)

નવા પ્રયોગોથી ચોક્કસ લાભ થશે. આત્મવિશ્વાસ વધશે. અંતરાત્માનો અવાજ સાંભળો. દરેક સંબંધમાં સહજતા બનશે. લોકો સાથે તાલમેલ રહેશે. રોમાન્સની તક મળશે. પરિવાર કે મિત્રો સાથે ક્યાંક ફરવા જશો. શેર સટ્ટા લોટરી વાયદામાં લાભ થાય. આરોગ્ય સારું રહેશે. તા. ૧૩, ૧૪, ૧૫ નોકરી ધંધામાં અચાનક ફાયદો થાય. તા. ૧૬, ૧૭ લગ્ન વાંચ્છુકો માટે આ સમય સારો. તા. ૧૮, ૧૯  પ્રવાસ પર્યટન માટે સમય સારો છે.

વૃષભ (બ.વ.ઉ)

નોકરીમાં વધારાની જવાબદારી મળશે. બીજાની વાત સાંભળો અને સકારાત્મક રહો. કેટલાક એવા લોકો સાથે મુલાકાત થશે જે તમારા જીવન પર ઊંડો પ્રભાવ છોડશે. નાણાકીય મામલાની પતાવટ કરો. કામની કદર થાય. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. ૧૩, ૧૪, ૧૫ કામના બોજાથી મન થોડુંક મુંઝવાશે. તા. ૧૬, ૧૭ આર્થિક ફાયદો થાય. તા. ૧૮, ૧૯ સકારાત્મક અભિગમથી લાભ થાય.

મિથુન (ક.થ.ધ)

કામ પરું કરવા માટે કોઈ પણ રીત અજમાવી શકો છો. બિઝી હોવા છતાં દિવસો સારો જશે. નાણાકીય મામલે સારા દિવસ છે. પરિવારમાં નાનાથી મદદ મળશે. કાર્યક્ષેત્ર અને બિઝનેસમાં ધનલાભના યોગ, પદોન્નતિ અને સન્માન પણ મળશે. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. ૧૩, ૧૪, ૧૫ ધનલાભ થતાં આનંદ બેવડાય. તા. ૧૬, ૧૭ માન સન્માન મળે. તા. ૧૮, ૧૯ આર્થિક ફાયદો થાય.

કકૅ (ડ.હ)

આ અઠવાડિયું એકંદરે સફળતાના યોગ છે. ઓફિસમાં સફળ જશો. કેરિયર સંબંધી મામલાનું સમાધાન મળશે. પ્રમોશન મળવાના યોગ છે. ભેટ સોગાદો મળશે. નવા મિત્રો સાથે મુલાકાત થતાં આનંદમાં વધારો થાય. બિઝનેસમાં અટવાયેલા નાણા પાછા મળવાના યોગ છે. શેર સટ્ટામાં ફાયદો થાય. તા. ૧૩, ૧૪, ૧૫ અટવાયેલા નાણાં પરત મળવાથી લાભ થાય. તા. ૧૬, ૧૭ નોકરીમાં બઢતીના યોગ. તા. ૧૮, ૧૯ આનંદમય દિવસો પસાર થાય.

સિંહ (મ.ટ)

આત્મવિશ્વાસ રાખીને મહેનત કરો. માહિતી ભેગી કરો. લોકોને મળો અને પ્રવાસ પણ કરો. જીવનના અનેક પહેલુઓ બદલાઈ શકે છે. નવો અનુભવ થશે. ખુલ્લા મન અને ઉત્સાહથી બધાની વાત સાંભળીને કામ કરો. જૂની વાતો ભૂલી જાઓ. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. ૧૩, ૧૪, ૧૫ આર્થિક ફાયદો થતા આનંદ બેવડાય. પ્રવાસ પર્યટનથી લાભ થાય. તા. ૧૬, ૧૭શુભ સમાચાર મળે. તા. ૧૮, ૧૯ લાભમય દિવસો પસાર થાય.

કન્યા (પ.ઠ.ણ)

ખુબ ધૈર્ય અને નિયમિતતાથી તમે જે મહેનત કરી હતી તેનું પરિણામ તમારા તરફેણમાં આવશે. જૂના મિત્રો સાથે મુલાકાત થશે. વિચારેલા કામો પૂરા થશે. કામ કાજ માટે એકથી વધુ વિકલ્પ ઉપલબ્ધ થશે. ઓફિસમાં કોઈ નવી વસ્તુ શીખશો. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન રાખવું. તા. ૧૩, ૧૪, ૧૫ કોર્ટ – કચેરીમાં ફાયદો થાય. તા. ૧૬, ૧૭નોકરી – ધંધામાં લાભ થાય. તા. ૧૮, ૧૯ લાંબાગાળાથી અટવાયેલાં નાણા મળતા મન પ્રફુલ્લિત થાય

તુલા (ર.ત).

સફળતા પ્રાપ્ત કરવા માટે થોડી મહેનત વધારે કરવી પડે. થોડો સમય એકલા રહેશો તો સારું રહેશે. સહયોગ અને સમાધાન કરવાના પાક્કા ઈરાદાથી જ ઘર બહાર જાઓ. ઓફિસમાં કોઈ મામલે સમાધાન કરવું પડી શકે છે. આવનારા દિવસો તમારી તરફેણમાં રહેશે. વિદ્યાર્થીઓએ વધુ પડતા આત્મવિશ્વાસમાં રહેવું નહીં. તા. ૧૩, ૧૪, ૧૫ નોકરી ધંધામાં ધ્યાન રાખીને વ્યવહાર કરવા. તા. ૧૬, ૧૭ ભક્તિમાં રસ રહેશે. તા. ૧૮, ૧૯ સફળતાના ફળ મળે.

વશ્વિક (ન.ય)

કેટલાક ફેરફારોની શરૂઆત આ અઠવાડિયાથી થશે. રહસ્યપૂર્ણ મામલા તરફ તમે ઢળી શકો છો. સારો વ્યવહાર તમને સફળ બનાવશે અને લોકો પણ ખુશ થશે. કોઈ તરફ ખેંચાણ અનુભવશો. જીવનસાથી સાથે ક્યાંક ફરવા જશો. ધારણા સકારાત્મક રાખો. તા. ૧૩, ૧૪, ૧૫ આર્થિક નાણાકીય લાભ થાય. તા. ૧૬, ૧૭ પ્રવાસ પર્યટનથી લાભ થાય. તા. ૧૮, ૧૯ આર્થિક ફાયદો થતા મન પ્રફુલ્લિત રહે.

ધન (ભ.ધ.ફ.ટ)

સારા પ્લાનિંગ અને સમજી વિચારીને કરેલા કામથી મોટો ફાયદો થશે. વિચારેલા કામો પૂરા થવાના યોગ છે. ખરીદી ફાયદાકારક બની શકે છે. યોજનાઓ બધાને પ્રભાવિત કરશે. ધનલાભના પ્રબળ યોગ છે. પ્રેમમાં સફળતા મળે. જીવનમાં અચાનક પરિવર્તન આવે. તા. ૧૩, ૧૪, ૧૫ આર્થિક ફાયદો થતા આનંદ બેવડાય. તા. ૧૬, ૧૭ લાભમય દિવસો પસાર થાય. તા. ૧૮, ૧૯ શુભમય દિવસો પસાર થાય.

મકર (ખ.જ)

આ સપ્તાહમાં સારી તકો મળી શકે છે. નવું પ્લાનિંગ અને તકને લઈને કોઈ મોટો નિર્ણય લેશો. નોકરીમાં નવું પદ  કે કામની ઓફર મળી શકે છે. ધનલાભ ચોક્કસ થશે. આવકના નવા સોર્સ મળશે. બીજાની વાતો પર ધ્યાન ન આપો. પ્રવાસ -મુસાફરી કરવી પડે. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. ૧૩, ૧૪, ૧૫ નોકરી-ધંધામાં પ્રગતિ થાય. તા. ૧૬, ૧૭મન અમુક બાબતે થોડું બેચેન રહે. તા. ૧૮, ૧૯ લાભમય દિવસો પસાર થાય.

કુંભ (ગ.શ.સ.ષ)

નાણાકીય મામલાઓમાં સમજદારીથી કામ લો. જીવનસાથીની સલાહથી ફાયદો થશે. નોકરીમાં સારી ઓફર મળશે. કેટલાક મિત્રોને મળશો જેમની સાથે ભવિષ્યની યોજનાઓ ઘડી શકો છો. તમારી સલાહથી લોકોને ફાયદો થશે. વડીલોના આરોગ્યની ચિંતા રહે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવું. તા. ૧૩, ૧૪, ૧૫ આનંદમય દિવસો પસાર થાય. તા. ૧૬, ૧૭સાસરી પક્ષથી સારા સમાચાર મળે. તા. ૧૮, ૧૯ લાભમય દિવસો પસાર થાય. 

મીન (દ.ચ.ઝ.થ)

મોટાભાગની સમસ્યાઓનું સમાધાન થશે. કોઈ મોટુ રોકાણ કર્યું હશે તો ફાયદો થશે. કોઈ તક ન જવા દો. નવા અને રસપ્રદ લોકો સાથે મુલાકાત થશે. જોબ કે બિઝનેસમાં ફેરફારનું મન થશે. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. ૧૩, ૧૪, ૧૫ ધનલાભ થતાં તમારો આનંદ બેવડાય. તા. ૧૬, ૧૭માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થાય. તા. ૧૮, ૧૯ આર્થિક લાભની શક્યતા જણાય છે.