જયોતિષ

 

 

મેષ (અ.લ.ઇ.)

બીજા ભાવમાં આવેલ રાહુ ખર્ચા અને વાણી પર કાબુ રાખવાનું સુચવે છે. કુટુંબ પરિવાર સાથે તાલમેળ ઓછો થશે આર્થિક બાબતો અને કૌટુંબીક સમસ્યાઓથી ઘેરાયેલા રહેવાનું થશે જીવનસાથીની આરોગ્યની ચિંતા સતાવે. દલાલી મિલકત વારસામાં અચાનક લાભ થશે. વડીલોના આરોગ્યની ચિંતા રહ્યા કરે. ખાવા પીવામાં ધ્યાન રાખવું પરદેશનાં કામ થાય. બીજા લગ્ન ઇચ્છુકને તક મળશે. તા. ૧૬, ૧૭, ૧૮ વાણી પર સંયમ રાખવો. તા. ૧૯, ૨૦, ૨૧, ૨૨ લાભમય દિવસો.

વૃષભ (બ.વ.ઉ)

રાહુ માનસિક પરેશાની વધારે વધુ પડતો આત્મ વિશ્વાસ ખોટા નિર્ણય લેવડાવશે. કુટુંબ પરિવાર સાથે તેમ જીવનસાથી તાલમેળ રાખવો પડશે નહી તો ત્રાસ વધશે. આરોગ્ય સામાન્ય રહેશે. ઝડપી નિર્ણય લેવાનું બને. નવા વેપાર ઉદ્યોગની તક મળશે. માનસિક રીતે જો સંતુલન રાખશો તો સફળ થશો. વેપાર ધંધામાં અચાનક સફળતા મળશે. તા. ૧૬, ૧૭, ૧૮ વાણીમાં સંયમ રાખવો.  તા. ૧૯, ૨૦, ૨૧, ૨૨ શુભ દિવસો.

મિથુન (ક.થ.ધ)

બારમાં ભાવમાં આવેલ રાહુ વિદેશના કામમાં અચાનક સફળતા આપશે. પરંતુ ખર્ચા વધશે, માટે વિચારોને સંતુલીન રાખવી અચાનક કોઇ નવું રોકાણ કરવાની તક પણ મળશે. પરંતુ વિશ્વાસઘાતથી સાવધાન રહેવું. આયાત નિકાસ અને વિદેશ પ્રવાસના કામમાં લાભ વધશે. આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે. આંખની પિડા ઓછી ઊંઘ રહે. વ્યસનથી દૂર રહેવું. આ અઠવાડિયામાં આપે વિશ્વાસઘાતથી સાવધ રહેવું. આખું અઠવાડિયું મિશ્ર પસાર થશે

કકૅ (ડ.હ).

લાભ સ્થાનમાં આવેલ રાહુ આર્થિક પ્રગતિના રસ્તા ખુલશે. નવા નોકરી ધંધાથી આર્થિક લાભ વધશે. હાથ પરના અને અટવાયેલા કામ અચાનક પાર પડશે. સમાજ અને પરિવારમાં યસ પ્રતિષ્ઠા મળે. મિત્રોથી લાભ અને મદદ મળે. વારસો વાહન મકાન જમીન વગેરેના કામ પાર પડશે. પ્રેમ પ્રકરણો પણ અનુકૂળ રહેશે. વિદ્યાર્થીઓએ વધુ પડતા આત્મવિશ્વાસમાં રહેવું નહીં. તા. ૧૬, ૧૭, ૧૮  નોકરી-ધંધાથી આર્થિક લાભ મળે. તા. ૧૯, ૨૦, ૨૧, ૨૨ વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન રાખવું.

સિંહ (મ.ટ)

કર્મ સ્થાનમાં આવેલ રાહુ ખોટો ભ્રમ પેદા કરશે. માટે નોકરી ધંધામાં નવા ફેરફાર કરતા કોઇની સલાહ લેવી નવા નવા વિચારો પેદા થવાથી તેનો ઉપયોગ યોગ્ય રીતે કરવાની સફળતા મળશે. હીત શત્રુઓથી સાવધાન રહેવું. નહીંતો મુસીબત પેદા થાય માતા પિતાના આરોગ્યની ચિંતા અને ખર્ચા વધશે. તા. ૧૬, ૧૭, ૧૮  મન વિચલીત થતું રહે. શત્રુઓથી સાવધાન રહેવું. તા. ૧૯, ૨૦, ૨૧, ૨૨ વડીલોના આરોગ્યની ચિંતા રહે.

કન્યા (પ.ઠ.ણ)

ભાગ્યમાં આવેલ રાહુ ધાર્મિક કાર્યક્રમો અધ્યાત્મિક પ્રવૃતિમાં રૂચિ પેદા કરશે. સ્વતંત્ર ધંધામાં સફળતા મળશે. નોકરીમાં પ્રમોશન કે સ્થાન ફેરથી લાભ થાય. ભાઇ બહેન સાથે વિવાદ ટાળવો વારસો વાહન કે સંપતિના કામમાં પ્રગતિ થશે. અચાનક તકથી લાથ થશે. પિતા સાથે સંઘર્ષ થાય વિદેશ યાત્રા અને વિદેશમાં નોકરી ધંધા તેમજ વિદ્યાભ્યાસની તક મળશે. તા. ૧૬, ૧૭, ૧૮ ધાર્મિક કાર્યો થાય. તા. ૧૯, ૨૦, ૨૧, ૨૨ કુટુંબમાં વાદ-વિવાદ ટાળવો.

તુલા (ર.ત)

આઠમા ભાવમાં આવેલ રાહુ લેખન, સંશોધન વિજ્ઞાન સાથે સંલગ્નને અચાનક સફળતા મળશે. વિદેશના યોગ બનશે. જીવનમાં અચાનક પરિવર્તન આવે જે શુભ કે અશુભ હોઇ શકે માટે ખાસ આરોગ્ય નોકરી ધંધા બાબતે સભાન રહેવું પડશે જીવનસાથી કે સસરાપક્ષથી લાભ થાય. વિદ્યાર્થીઓની મુસીબત વધશે પ્રેમમાં સફળતા મળશે. આરોગ્ય માટે રાહુ શુભ નથી. તા. ૧૬, ૧૭, ૧૮ સફળતા અચાનક મળતા આનંદ થાય. તા. ૧૯, ૨૦, ૨૧, ૨૨ જીવનમાં પરિવર્તન યોગ છે.

વૃશ્વિક (ન.ય)

સાતમાં ભાવમાં આવેલ રાહુ દામ્પત્ય જીવનમાં ગરબડ કરી શકે છે. અને દુષિત લગ્ન જીવન વધુ કડવું બને તે માટે સંયમ રાખવો પડશે. પ્રતિષ્ઠાને હાનિના યોગ થાય છે માટે સાવધાન રહેવું આપની મહત્વાકાક્ષાને ઓપ આપવાની તક મળે. અચાનક સફળતા મળશે. નોકરી ધંધામાં નવી તકો મળશે. સમાજ જીવનમાં પ્રગતિ થાય. અન્ય રીતે યાત્રા પ્રવાસ થશે. તા. ૧૬, ૧૭, ૧૮ સંયમ રાખવો. તા. ૧૯, ૨૦, ૨૧, ૨૨ શુભમય દિવસો.

ધન (ભ.ધ.ફ.ટ)

છઠ્ઠા ભાવમાં આવેલ રાહુ શત્રુઓ પર વિજય બનાવે. નોકરી ધંધામાં નવી તકોથી લાભ થાય. કોઇ કચેરીમાં વિજય બનવાનું થાય. ઉચ્ચ પ્રકારની પરીક્ષામાં તક મળે. રાજકારણ વકીલાત ને સંલગ્ન ને સફળતા મળે. સમાજમાં માન વધશે. આરોગ્યની બાબતે સાવધાન રહેવું. સાહસિકઆત્મ વિશ્વાસ અને સ્વતંત્ર બનશો અને હરિફાઇમાં વિજય બનવાનું થાય. તા. ૧૬, ૧૭, ૧૮ લાભકારક દિવસો. તા. ૧૯, ૨૦, ૨૧, ૨૨ આરોગ્યની બાબતમાં સાચવવું.

મકર (ખ.જ)

પાંચમા ભાવમાં આવેલ રાહુ સંતાનો સાથે ગેરસમજથી માનસિક પીડા વધે. વિદ્યાર્થીઓને ખોટા વહેમ પેદા થાય અને નુકસાન થાય. પ્રેમ પ્રકરણો બદનામ કરશે. શેર સટ્ટા લોટરી વાયદામાં લાભ થાય. નોકરીમાં નવી તક મળશે. દાંપત્ય જીવનમાં સામાન્ય રહે ફકત સંતાનોના પ્રશ્નો સતાવે અને ખર્ચા વધારશે. મનમાં ખોટા વિચારો પેદા થાય નોકરી ધંધામાં અચાનક સફળતા મળશે. કોઇ નવી તક સામે આવીને ઊભી રહેશે. તા. ૧૬, ૧૭, ૧૮ માનસિક પીડા વધે. તા. ૧૯, ૨૦, ૨૧, ૨૨ મિશ્ર દિવસો. 

કુંભ (ગ.શ.સ.ષ)

ચોથાભાવમાં આવેલ રાહુ પારિવારિક જીવનમાં તાલમેળ ઓછો અને અસંતોષ વધારશે. મકાન, મિલકત વાહન વારસો જમીનના કામ થાય માતાના આારોગ્યના ખર્ચા વધશે. જીવનસાથી ને લાભ થાય. માનસીક તણાવ સતત રહેશે અને કામના બોજની અસર આરોગ્ય પર થશે. કુટુંબ પરિવારથી દૂર જવાનું કે પરદેશ યાત્રા કે નોકરી ધંધાને લઇને દૂર થવાનું બને. તા. ૧૬, ૧૭, ૧૮ પરિવર્તન યોગ. તા. ૧૯, ૨૦, ૨૧, ૨૨ આરોગ્ય સાચવવું.

મીન (દ.ચ.ઝ.થ)

રાહુ માનસિક પરેશાની વધારે વધુ પડતો આત્મ વિશ્વાસ ખોટા નિર્ણય લેવડાવશે. કુટુંબ પરિવાર સાથે તેમ જીવનસાથી તાલમેળ રાખવો પડશે નહી તો ત્રાસ વધશે. વેપાર ધંધામાં અચાનક સફળતા મળશે. નવા વેપાર ઉદ્યોગની તક મળશે. માનસિક સંતુલન રાખશો તો સફળ થશો. આરોગ્ય સામાન્ય રહેશે. ઝડપી નિર્ણય લેવાનું બને. તા. ૧૬, ૧૭, ૧૮ માનસિક પરેશાની વધે. તા. ૧૯, ૨૦, ૨૧, ૨૨ લાભમય દિવસો