જયોતિષ

 

 

મેષ (અ.લ.ઇ.)

આપની ચિંતા કે સમસ્યાના ઉકેલ માટે વધુ સમય લાગતો જણાય. નાણાભીડ ચાલુ રહેવાની સંભાવના ખરી જ. નોકરી-વ્યવસાયના ક્ષેત્રમાં કંઈક રાહત જણાય. જમીન, મકાન અને વાહનને લગતા પ્રશ્નોમાં સાનુકૂળ સંજોગોનું નિર્માણ થાય. વેપાર- ધંધામાં લાભ ઓછો જણાય. પારિવારિક પ્રશ્નોમાં પણ મૂંઝવણ ચાલુ રહેવા સંભાવના ખરી જ. તા. ૨૫, ૨૬, ૨૭ અશાંતિ જણાય. તા. ૨૮, ૨૯  દરેક રીતે સંભાળીને કાર્ય કરવું. તા. ૩૦, ૧  સામાન્ય દિવસો ગણાય.

 

વૃષભ (બ.વ.ઉ)

આપના ધારેલા અનેક કામો સરળતાથી પૂર્ણ થશે અને તમારી અસર લોકો પર રહેશે. જે કામ અને વાત અટકી રહી છે તેના માટે વચ્ચેનો રસ્તો પણ નીકળશે. કામકાજમાં સફળતાના યોગો છે. જીવનસાથી તરફથી મદદ મળશે. કૌટુંબિક સમસ્યાનો ઉકેલ આવશે. કોર્ટ કચેરીમાં ધ્યાન રાખવું હિતાવહ છે. તા. ૨૫, ૨૬, ૨૭ આનંદમય દિવસો પસાર થાય. તા. ૨૮, ૨૯ લાભમય દિવસો પસાર થાય. તા. ૩૦, ૧ મનમાં ઉચાટ-ઉદ્વેગ રહ્યા કરે.

 

મિથુન (ક.થ.ધ)

મિત્રો અને ભાઈ-ભાંડુઓનો સહયોગ મળશે. નવા કામમાં પ્રગતિ થશે અને વિચારેલા કામો પૂર્ણ થશે. સંપત્તિના કામમાં ધ્યાન આપવું. ધંધામાં સફળતા મળવાના યોગ છે. જવાબદારીઓ પર ધ્યાન આપો. ભાગીદારી માટે આ સમય મિશ્ર ફળ આપશે. વડીલોના આરોગ્યની ચિંતા રહ્યા કરે. તા. ૨૫, ૨૬, ૨૭ આનંદમય દિવસો પસાર થાય. તા. ૨૮, ૨૯ લાભમય દિવસો પસાર થાય. તા. ૩૦, ૧  ભાગીદારીના ધંધામાં ધ્યાન રાખવું હિતાવહ છે.

 

કકૅ (ડ.હ)

આપની માનસિક તંગદિલી હળવી બનાવી શકશો. અનેક પ્રકારની લાગણીઓ તમારી અંદર દોડી રહી છે અને તે તમને ભારે પડી શકે છે. અશાંતિનાં વાદળો વિખેરાતાં જણાય. નાણાંની ફસામણી ન થાય એનું વિશેષ ધ્યાન રાખવું પડશે. વેપાર, ધંધા અને વ્યવસાયમાં પણ પ્રતિકૂળ સંજોગોમાં સાચવવું પડશે. તા. ૨૫, ૨૬, ૨૭ રાહત જણાય. તા. ૨૮, ૨૯ ખર્ચ, ખરીદી પર કાબૂ રાખવો. તા. ૩૦, ૧  પ્રતિકૂળ દિવસો ગણાય.

 

સિંહ (મ.ટ)

સામાન્ય દિવસો પસાર થાય. પરેશાનીમાં પોતાની જાતને સંભાળવી અને વિવાદોથી દૂર રહેવું હિતાવહ છે. કેટલાક વિવાદોમાં સમાધાન થઈ શકશે. તમારા જૂના અટવાયેલા કામોમાં ગતિ આવશે. સારા સમાચાર મળશે. વડીલોના આરોગ્યની ચિંતા રહ્યા કરે. તા. ૨૫, ૨૬, ૨૭ સામાન્ય દિવસો પસાર થાય. તા. ૨૮, ૨૯ આનંદમય દિવસો ગણાય. તા. ૩૦, ૧  ખર્ચ પર નિયંત્રણ રાખવું.

 

કન્યા (પ.ઠ.ણ)

હિંમત અને દિમાગથી બગડેલી સ્થિતિને સંભાળવામાં મદદ મળશે. ધંધામાં કેટલાક લોકોની મદદ મળશે. તમારા અટવાયેલા કામ પૂરા થવાની શક્યતા છે. તમારું મન કામમાં લાગશે. સંયમમાં રહેવું હિતાવહ છે. ખોટા ખર્ચાથી દૂર રહેવું. ભાગીદારો સાથે સંયમથી વર્તવું. ધૈર્ય રાખવું. સાસરી પક્ષ તરફથી લાભ થાય. તા. ૨૫, ૨૬, ૨૭ 

આનંદમય દિવસો પસાર થાય. તા. ૨૮, ૨૯ લાભમય દિવસો પસાર થાય. તા. ૩૦, ૧  ખર્ચ પર નિયંત્રણ રાખવું.

 

તુલા (ર.ત)

પૈસાના મામલે તમારું કામ અટકશે નહિ. અચાનક ધન લાભ થઈ શકે છે. લોકોના મનમાં શું ચાલી રહ્યું છે તે તમે સમજી શકશો. અંગત અને કૌટુંબિક જીવનમાં સફળતા અને સંતુષ્ટી મળી શકે. ધંધામાં મહેનતથી આગળ વધવાના યોગ છે. ખર્ચ પર નિયંત્રણ રાખવાની કોશિશ કરો. કૌટુંબિક મામલો સરળતાથી ઉકેલાઈ શકશે. ધૈર્ય રાખશો તો સફળતા મળશે. તા. ૨૫, ૨૬, ૨૭ આનંદમય દિવસો પસાર થાય. તા. ૨૮, ૨૯ લાભમય દિવસો પસાર થાય. તા. ૩૦, ૧  ખર્ચ પર નિયંત્રણ રાખવું.

 

વૃશ્વિક (ન.ય)

આપની માનસિક પરિસ્થિતિ તણાવભરી કે ચિંતાજનક હશે તો હવે હળવાશ અનુભવી શકશો. આર્થિક પ્રશ્નોના ઉકેલ માટેની તક સર્જાય. વિપરીત જાતિની વ્યક્તિથી ફાયદો જરૂર થશે. કોઈની મદદ સાંપડે. નોકરિયાત વર્ગને કામની કદર ઓછી થાય. કાર્યબોજ વધવા પામે. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. ૨૫, ૨૬, ૨૭ આનંદમય દિવસો પસાર થાય. તા. ૨૮, ૨૯ લાભમય દિવસો પસાર થાય. તા. ૩૦, ૧  ખર્ચ પર નિયંત્રણ રાખવું.

 

ધન (ભ.ધ.ફ.ટ)

કોઈ પણ કાર્ય કરતા પહેલા સારી રીતે વિચારો, કોઈ અનુભવીની સલાહ લેવી હિતાવહ છે. તમારી શારીરિક સમસ્યાઓ ખતમ થશે. ધંધા-ઉદ્યોગમાં સારી સ્થિતિનું નિર્માણ થાય. ધંધામાં અટવાયેલાં નાણાં પણ કોશિશ કરશો તો પરત મળવાના યોગો છે. વડીલોના આરોગ્યને લગતી સમસ્યા હળવી થાય. તા. ૨૫, ૨૬, ૨૭ શારીરિક સમસ્યાઓનો ઉકેલ મળે. તા. ૨૮, ૨૯ આનંદમય દિવસો પસાર થાય. તા. ૩૦, ૧  આવકવૃદ્ધિના યોગો. 

 

મકર (ખ.જ)

તમારા ધારેલા કામો પૂર્ણ થતા વિશેષ આનંદ રહે. લાંબા સમયથી તમારી અધૂરી રહેલી ઇચ્છાઓ પર્ણ થશે. મીઠું બોલીને બધું કામ કરવી શકશો. ભાગ્યનો ભરપુર સાથ મળશે. પોતાના પર ભરોસો રાખો. ભાઈ-ભાંડુઓનો સહયોગ મળશે. જીવનસંગીની સાથે મતભેદ ન થાય તે જોજો. તા. ૨૫, ૨૬, ૨૭ આનંદમય દિવસો પસાર થાય. તા. ૨૮, ૨૯ લાભમય દિવસો પસાર થાય. તા. ૩૦, ૧  અધૂરા અટકેલાં કામ પૂર્ણ થતાં આનંદ થાય.

 

કુંભ (ગ.શ.સ.ષ)

ભાગીદારીના ધંધામાં રોજબરોજના કામ સમયસર પૂરા થશે. મિત્રો અને સગાસંબંધીઓ તરફથી મદદના યોગ છે. માનસિક રીતે સુખ જેવું લાગશે. સાસરી પક્ષથી મદદ મળે. કોર્ટ-કચેરીથી લાભ થાય. લાંબા સમયથી ડૂબેલાં નાણાં પરત ફરવાના યોગ પ્રબળ છે. તા. ૨૫, ૨૬, ૨૭ આનંદમય દિવસો પસાર થાય. તા. ૨૮, ૨૯ લાભમય દિવસો ગણાય. તા. ૩૦, ૧  માનસિક શાંતિ જણાય.

 

મીન (દ.ચ.ઝ.થ)

આપની માનસિક પરિસ્થિતિ તણાવભરી કે ચિંતાજનક હશે તો હવે હળવાશ અનુભવી શકશો. આર્થિક પ્રશ્નોના ઉકેલ માટેની તક સર્જાય. વિપરીત જાતિની વ્યક્તિથી ફાયદો જરૂર થશે. કોઈની મદદ સાંપડે. નોકરિયાત વર્ગને કામની કદર ઓછી થાય. કાર્યબોજ વધવા પામે. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. ૨૫, ૨૬, ૨૭ કાર્યબોજ હળવો થાય. તા. ૨૮, ૨૯ આર્થિક રીતે લાભમય દિવસો. તા. ૩૦, ૧ આવેલ તકને ઝડપી લેવી.