
ગુનાની લોકસભા બેઠક દાયકાઓથી સિંધિયા રાજવી ઘરાનાના સભ્યોની હોમ ગ્રાઉન્ડ બેઠક ગણાય છે. આ બેઠક પરથી સિંધિયા રાજકુટુંબના સભ્યો 16 વખત ઉમેદવારી કરી ચૂક્યા છે અને 14 વખત તમણે વિજય પ્રાપ્ત કર્યો હતો. આ બેઠક પરથી સૌ પ્રથમ રાજમાતા વિજયા રાજે સિંધિયા, ત્યારબાજ માધવરાવ સિંધિયા સાંસદ બન્યા હતા. 2002માં માધવરાવ સિંધિયાના નિધન બાદ ગુનામાં યોજાયેલી પેટા ચૂંટણીમાં જયાેતિરાદિત્ય સિંધિયા ચૂંટણી જીતી ગયા હતા. ત્યારબાદ 2004, 2009 અને 2014માં માધવરાવ ચૂંટણી જીતી ગયા હતા. 2002મા માધવરાવ સિંધિયાના આકસ્મિક નિધન બાદ તેમના પુત્ર જયોતિરાદિત્ય સિધિંયા લોકસભાની પેટા ચૂંટણીમાં વિજયી બન્યા હતા. ગુના સાંસદીય મત- વિસ્તારમાં સિંધિયા રાજવી ઘરાનાનાનું ખૂબ માન- સન્માન ધરાવે છે,