જયોતિરાદિત્ય સિંધિયાને કોંગ્રેસના પ્રમુખ બનાવવાની માગણી 

0
907

મધ્યપ્રદેશના ગ્વાલિયરના રાજવી કુટુંબના વંશજ સિંધિયા પરિવારના રાજા અને કોંગ્રેસના અગ્રણી નેતા જયોતિરાદિત્ય સિંધિયા ને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાની માગણી કાયૅકરો દ્વારા કરવામાં આવી રહી છે. મધ્યપ્રદેશની રાજધાની ભોપાળમાં કોંગ્રસના કાર્યાલયની બહાર જયોતિરાદિત્ય સિંધિયાને પક્ષના પ્રમુખ બનાવવાની માગ કરતા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરમાં  રાહુલ ગાંધીને અપીલ કરવામાં આવી છે કે, સિંધિયાને પક્ષનું નેતૃત્વ સોંપવામાં આવે. મધ્યપ્રદેશમાં પક્ષની હારની જવાબદારીનો સ્વીકાર કરીને તેમણે પોતાના મહાસચિવપદ પરથી રાજીનામું આપી દીધું હતું. રાહુલ ગાંધીએ પક્ષના અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યા બાદ આખા દેશમાં કોંંગ્રસના પદાધિકારીઓ ઠેર ઠેર રાજીનામાં આપી રહ્યા છે. લોકસભાની તાજેતરની ચૂંટણીમાં સિંધિયાને ઉત્તરપ્રધેશના પ્રભારી બનાવવામાં આવ્યા હતા. ઉત્તરપ્રદેશની કુલ 80  બેઠકોમાં 41 બેઠકોની જવાબદારી પ્રિયંકા ગાંધી વાડ્રાને અને 39 બેઠકોની જવાબદારી સિંધિયાને સોંપવામાં આવી હતી.