જયેશ પરીખ લિખિત પુસ્તક “સુખની સમીપે”નું વિમોચન કરાયું

અમદાવાદ: રાહી ફાઉંડેશનના ઉપક્રમે AMA ખાતે યોજાયેલ સમારોહમાં શહેરના પ્રતિષ્ઠિત મહાનુભાવોની હાજરીમાં જયેશ પરીખ લિખિત પુસ્તક “સુખની સમીપે”નું વિમોચન તથા રાહી ફાઉંડેશનનો પંચવર્ષીય (પંચામૃત) સેવાકીય પ્રવુત્તિનો અહેવાલ નું લોકાર્પણ મુખ્ય મહેમાન દેવેન્દ્ર પટેલ, અતિથિવિશેષ સર્વશ્રી જોરાવરસિંહ જાદવ અને નિતિન પારેખના કરકમલો દ્વ્રારા કરવામાં આવ્યું.
જયેશ પરીખનું સન્માન ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા, પાલિતાણા અને ‘ટીમ રાહી’ દ્વ્રારા કરવામાં આવ્યું હતું. પુસ્તકની પ્રસ્તાવના કવિશ્રી અંકિત ત્રિવેદી એ લખી છે. પુસ્તકની પ્રથમ કોપી નિહારિકા જયેશ પરીખને અર્પણ કરવામાં આવી અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સહયોગી સંસ્થાના સાથીદાર મિત્રો સર્વ કિરણ મોદી, નિરૂપા શાહ, સુખદેવ પટેલ, નાથાભાઈ ચાવડા અને પ્રિતેશ શાહનું સન્માન કરવામાં આવ્યું હતું.
સહયોગી દાતા કૈલાસભાઈ બુચ, રાજેશ પરીખ, રમણલાલ પટેલ, ભરત મોદી, શૈલેષ ઠાકર ,અજિત શાહ અને સુનિલ દવે અને અન્ય મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું.