ન્યુ યોર્કઃ જયશ્રી ઉલ્લાલ પ્રથમ ભારતીય-અમેરિકન મહિલા અબજોપતિ બન્યાં છે. તેમની અંદાજિત મિલકત 1.3 બિલિયન ડોલર છે તેમ ફોર્બ્સ ડોટ કોમની વેબસાઇટ જણાવે છે. તેમનો જન્મ લંડનમાં 1961માં થયો હતો. તેમનો ઉછેર નવી દિલ્હીમાં થયો હતો અને પછી તેમના પિતાને નવી જોબ મળતાં તેઓ અમેરિકા સ્થાયી થયા હતા. તેમણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં સ્નાતકની પદવી સાન ફ્રાન્સિસ્કો સ્ટેટ યુનિવર્સિટીમાંથી લીધી હતી, જ્યારે એન્જિનિયરિંગ મેનેજમેન્ટમાં અનુસ્નાતકની પદવી સાન્ટા ક્લેરા યુનિવર્સિટીમાંથી લીધી હતી. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત એડવાન્સ માઇક્રો ડિવાઇસિસમાંથી કરી હતી. ત્યાર બાદ તેમણે ફેઇરચાઇલ્ડ સેમીકન્ડકટર અને અન્ગરમેન-બાઝમાં કામગીરી કરી હતી, જ્યાં તેમણે ઇન્ટરનેટ વર્કિંગ પ્રોડક્ટ્સના ડિરેક્ટર તરીકે ફરજ અદા કરી હતી.
2001માં ન્યુઝવીક સામયિક દ્વારા સૌથી શક્તિ-શાળી 20 મહિલાઓ તરીકે તેમની ગણના કરવામાં આવી હતી.