જયપુરમાં બ્રેઈન ટયુમરની સર્જરી વખતે દર્દી હનુમાન ચાલીસાનો પાઠ સતત કરતો રહ્યો… અવેક- જાગૃત બ્રેઈન સર્જરીનો જયપુરમાં થયો સૌપ્રથમ સફલ પ્રયોગ..

0
1004

 

REUTERS

    બોલચાલની ક્રિયાને નિયંત્રિત કરી રહ્યું હતું ટયુમર …દરદી જો સર્જરી દરમિયાન મૂગો રહે તો એની બોલવાની ક્ષમતા બંધ થઈ જાય, અથવા એને લકવો થઈ શકે..

જયપુરમાં બ્રેઈન ટયુમરની શસ્ત્રક્રિયા – સર્જરી દરમિયાન દર્દી સતત હનુમાન ચાલીસાના પાઠ બોલતો રહયો હતો. જો કે તબીબોના જણાવ્યા અનુસાર, સર્જરી  દરમિયાન દરદી જાગૃત રહે એ અતિ જરૂરી પણ હતું. દર્દી સંપૂર્ણપણે સભાન રહે અને સાથે સાથે હનુમાન ચાલીસાના પાઠ પણ બોલતો રહે એ જરૂરી હતું.જેમાં એક  ખાનગી હોસ્પિટલમાં શહેરની એક ન્યુરો સર્જરી ટીમને એક અનોખા કેસમાં સફળતા હાંસલ કરી હતી.

 આ પ્રકારની  સર્જરીને અવેક બ્રેઈન સર્જરીના નામથી ઓળખવામાં આવે છે. રાજસ્થાન રાજ્યમાં આ પ્રકારની સર્જરી કરાઈ હોવાનો આ સૌપ્રથમ કિસ્સો છે.

  બિકાનેરનૈ રહેવાસી હુલાસમલ જાંગીરને છેલ્લા 3 મહિનાથી વારંવાર આંચકીઓ આવતી હતી. તેનું પરીક્ષણ કરતાં જાણવા મળ્યું હતું કે, તેના મગજમાં ગ્રેડ- 2 પ્રકારનું ટયુંમર હતું. આ ટયુમર- ગાંઠ તેના બોલવાના ભાગમાં હતું. અનેક હોસિપટલોના નિષ્ણાત તબીબોએ આ કેસ હાથમાં લેવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. જો સર્જરી બરાબર રીતે કરવામાં ના આવેતો દરદીની બોલવાની ક્ષમતા હંમેશા માટે જતી રહેવાનો ભય હતો, અથવા દરદીને લકવો પણ થઈ શકે એવી સંભાવના હતી. જયપુરના ન્યુરો સર્જન ડો. કેકે. બંસલે દરદીના મગજમાં રહેલા ટયુમરને સફળતાપૂર્વક દૂર કર્યું હતું. આ અવેક સર્જરી ટેકનિકમાં દરદીની બોલવાની ક્ષમતાને સર્જરી દરમિયાન વારંવાર ચકાસી શકાય છે્. આ કેસમાં દરદીને સતત હનુમાન ચાલીસાનો પાઠ બોલવાનું, સાંભળવાનું  તેમજ ગાવાનું કહેવામાં આવતું હતું. જયપુરની ખાનગી નારાયણા હોસિ્પટલમાં આ સર્જરી કરવામાં આવી હતી. હોસ્પિટલના ડિરેકટર કાર્તિક રામકૃષ્ણને જણાવ્યું હતું કે, ઉપરોક્ત સર્જરી 3 કલાક સુધી ચાલી હતી. આ સર્જરીમાં અતિ આધુનિક માઈક્રોસ્કોપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.