જયપુરમાં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2019નું આયોજનઃ

0
623

18 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી ચાલનારા જયપુર ઈન્ટર નેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં 64 દેશોની ફિલ્મો  રજૂ કરાશે. આ ફિલ્મ મહોત્સવ માટે ભારતમાંથી 107 અને વિદેશમાંથી 125 ફિલ્મોની પસંદગી કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું હતું. ફિલ્મ પ્રદર્શિત કરનારા દેશોમાં તાઈવાન, ફિનલેન્ડ, શ્રીલંકા, ચીન, યમન, મ્યાનમાર, જર્મની , યુએસએ, કેનેડા, સ્પેન, ઈરાન, ઈંગ્લેન્ડ, પોલેન્ડ, ઈઝરાયેલ, મલેશિયા , તાંઝાનિયા, સાઉદી અરેબિયા, નેપાળ, લેબેનોન, પેરુ, નાઈજીરિયા, રશિયા, બાંગ્લાદેશ, કોરિયા અને સ્વિત્ઝરલેન્ડનો સમાવેશ થાય છે.

   23 દેશોની 41 ફીચર ફિલ્મો, 14 દેશોની 18 દસ્તાવેજી ફિલ્મો, 8 દેશોની 14 ટૂંકી ડોક્યુમેન્ટરીઓ. 9 દેશોની 11 એનિમેશન શોર્ટ ફિલ્મ વગેરે ફિલ્મ મહોત્સવમાં પ્રદર્શિત કરવામાં આવશે એમ જણાવવામાં આવ્યું હતું.