જયતુ જયતુ ભારતમ્, વસુધૈવ કુટુમ્બકમ – ગીત વડાપ્રધાન મોદીજી  તેમના પસર્નલ ટવીટર પર શેર કર્યું .. 

 

 તાજેતરમાં એક પ્રેરણાત્મક ગીત રજૂ કરાયું છે, જેને આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  એમના ટવીટર પર શેર કર્યું હતું. આ પ્રેરક ગીતમાં 200થી વધુ ગાયકોએ પોતાનો કંઠ આપ્યો છે. તાજેતરમાં પોતાના રાષ્ટ્રજોગા સંદેશમાં વડાપ્રધાને ભારતવાસીઓને આત્મનિર્ભર થવાનો સંદેશ આપ્યો હતો. જેને અનુલક્ષીને આ ગીત બનાવવામાં આવ્યું હતું. જેનું સંગીત- નિયોજન જાણીતા સંગીતકાર- ગાયક શંકર મહાદેવને કર્યું હતું. જેનો વીડિયો વડાપ્રધાને પોતાના ટવીટર પર સેર કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું હતું કે, આ ગીત દરેકને ઉત્સાહિત અને પ્રેરિત કરનારું છે. તેમાં આત્મ – નિર્ભરનો સૂર ધબકતો લાગે છે. આ ગીતમાં આદરણીય લતા મંગેશકરજીએ પણ પોતાનો સ્વર આપ્યો છે. ઈન્ડિયા સિંગર્શ ઓસોસિયેશનના  211 સભ્યોએ મળીને તૈયાર કર્યું છે. જેના લેખનમાં પ્રસૂન જોશીએ પણ પોતાનું યોગદાન આપ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here