જમ્મુ- કાશ્મીર અને લડાખ 31ઓકટોબરથી બે નવા કેન્દ્રશાસિત પ્રદેશો તરીકે અસ્તિત્વમાં આવી જશે..

0
895

 

 

   31 ઓકટોબર ગુરુવારથી જમ્મુ- કાશ્મીર અને લડાખ બન્ને કેન્દ્રશાસિત પ્રદેશો તરીકે પોતાનો દરજ્જો મેળવી લેશે. કેન્દ્રશાસિત પ્રદેશો બન્યા પછી ત્યાં ઉર્દૂને સ્થાને હિન્દી ભાષા અધિકૃત રીતે સ્વીકૃતિ મેળવી લેશે. જમ્મુ- કાશ્મીર ભારતનું એવું એકમાત્ર રાજ્ય હતું જ્યાં વહીવટીતંત્રની કામકાજની તેમજ  સરકારી ગતિવિધિની અધિકૃત ભાષા ઉર્દી હતી. હવે તેનું સ્થાન હિન્દી લેશે. હવે આ બન્ને કેન્દ્રસાશિત પ્રદેશોમાં આધાર સહિત 106 નવા કાયદાઓ પહેલીવાર લાગુ કરવામાં આવશે. વિશેષ રાજ્યના દરજ્જા હેઠળ જમ્મુ- કાશ્મીરમાં વિશેષ કાયદા અસ્તિત્વમાં હતા, તેનો તત્કાળ અંત આવશે. 

   જે એન્ડ કે પુર્નગઠન અધિનિયમના સેકશન 47ની અંતર્ગત, નવી વિધાનસભાની રચના થયા પછી નવી સરકાર કોઈ એક અથવા વધુ ભાષાને સરકારી કામકાજ માટેની ભાષા તરીકે નક્કી કરી શકશે. આવી પરિસ્થિતિમાં પણ હિન્દીને આધિકારિક ભાષા તરીકે ઉપયોગમાં લેવાનો વિકલ્પ ખુલ્લો રહેશે. વિધાનસભાના કામકાજમા પણ એ જ વ્યવસ્થા લાગુ રહેશે. વિધાનસભાની કાર્યવાહી ચૂંટાયેલા વિધાન સભ્યો દ્વારા નક્કી કરવામાં આવેલી ભાષામાં અથવા હિન્દીમાં અથવા અંગ્રેજીમાં કરવામાં આવશે. મુસ્લિમ બહુમતી ધરાવતા આ કેન્દ્રશાસિત પ્રદેશમાં મુસ્લિમોને લઘુમતી તરીકોનો દરજ્જો અને અધિકારો આપવામાં આવશે. આ પ્રદેશોમાં બે રેડિયો સ્ટેશન પણ શરૂ કરવામાં આવશે. કેન્દ્ર શાસિત પ્રદેશ લડાખ ચંડીગઢની જેમ અને જમ્મુ- કાશ્મીર પોંડિચેરીના મોડેલની રીતે કામકાજ કરશે.