જમ્મુ- કાશ્મીરમાં વધુ 28, 000 જવાનો તૈનાત કરાયા – ભારતીય સૈન્યનું ભૂમિદળ- વાયુદળ સાવચેત

0
730

જમ્મુ- કાશ્મીરમાં કરશુંક અણધાર્યું બની રહેવાના અણસાર વરતાઈ રહ્ેયા છે. કદાચ જમ્મુ- કાશ્મીરમાં  ચૂંટણી પહેલાં સરકાર વધુ સલામતીઅને સાવચેતીનો બંદોબસ્ત કરવા માગે છે. આતંકવાદ સામે કેન્દ્ર સરકારની ઝીરો ટોલરન્સ નીતિને કારણે તેમજ ભારતની સેનાના ઓપરેશન ઓલઆઉટની  આતંકવાદી સંગઠનો ફફડી ગયાં છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લા ચાર દિવસમાં સીએપીએફની 281 કંપની કાશ્મીરમાં આવી ચૂકી છે. જેમાં સીઆરએફની 50, બીએસ એફની 10, એસએસબીની 30, અને આઈટીબીપીની 10 કંપનીઓને તૈનાત કરવામાં આવી છે. ખીણમાં મોટી સંખ્યામાં જવાનોને તૈનાત કરવામાં આવતાં રાજકીય ગતિવિધિઓ પણ વધવા પામી છે. એવી અટકળ પણ કરવામાં આવી રહી છેકે, જમ્મુ- કાશ્મીરમાંથી આર્ટિકલ-35એને હટાવવાની તૈયારીઓ શરૂ થઈ ચુકી છે. જમ્મુ- કાશ્મીરની સ્થાનિક પાર્ટીઓએ એનો વિરોધ કર્યો છે. જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલાના એલર્ટને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે સેનાને તેમજ એર ફોર્સને તૈયાર રહેવાની સૂચના આપી દીધી છે. ગુપ્તચર એજન્સીઓનો દાવો છે કે, આતંકીઓ સેનાના વાહનો તેમજ સેનાના ઠેકાણાઓને નિશાન બનાવી શકે છે, ઉપરંત માનવામાં આવી રહયુ  છેકે, સરહદ પારથી મોટાપાયે આતંકીઓ ઘુસણખોરી કરી શકે છે. આથી સરહદના વિસ્તારોમાં પણ ચોકસાઈ વધારી દેવામાં આવી છે.