જમ્મુ- કાશ્મીરમાં રાજ્યપાલનું શાસન આવી રહ્યું છે. …રાષ્ટ્રપતિને અહેવાલ સુપરત કરવામાં આવ્યો ..

0
644
IANS

જમ્મ-ુ કાશ્મીરમાં  પીડીપી અને બીજેપીની ગઠબંધન સરકાર કામગીરી બજાવતી હતી પણ હાલમાં કાશ્મીરમાં વધી રહેલી આતંકવાદી ઘટનાઓ તેમજ આમ જનતાની સલામતી સામે ઊભા થયેલા ભયસ્થાનોનો હવાલો આપીને ભાજપે ગઠબંધનનું સમર્થન પાછું ખેંચી લીધું . આથી વર્તમાન સરકાર પાસે પોતાની કેબિનેટનું રાજીનામું આપવા સિવાય કોઈ વિકલ્પ જ ન રહ્યો. કારણ કે અન્ય કોઈ પક્ષ કોંગ્રેસ કે ઉમર અબદુલ્લાની નેશનલ કોન્ફરન્સ પાર્ટી પાસે પૂરતી સભ્યસંખ્યા જ નથી. આથી હવે રાજયની રાજકીય પરિસ્થિતિનું ચિત્ર વધુ ધૂંધળું બન્યું છે. આથી રાજયના રાજયપાલ એનએન વાેહરાએ પોતે બધા રાજકીય પક્ષોને મળીને પોતાનો અહેવાલ રાષ્ટ્રપતિજીને મોકલી આપ્યો છે. જેમાં રાજ્યપાલના શાસનની ભલામણ કરવામાં આવી છે.